રામદેવબાબા IPOમાં પૈસા લગાવવા રોકાણકારોની લાઈન લાગી, જાણો શું કામ કરે છે આ કંપની

ADVERTISEMENT

Ramdevbaba IPO
Ramdevbaba IPO
social share
google news

Ramdevbaba Solvent IPO: શેરબજારમાં એન્ટ્રી લેવા માટે વધુ એક કંપની IPO લઈને આવી છે. આ IPO 15મી એપ્રિલે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને આવતીકાલે એટલે કે 18મી એપ્રિલ તેમાં દાવ લગાવવાની છેલ્લી તક છે. રામદેવબાબા સોલવન્ટ લિમિટેડના IPOને પણ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રામદેવબાબા સોલવન્ટ લિમિટેડનો IPO 17 એપ્રિલ સુધી રોકાણકારો દ્વારા 10.06 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ IPOની ઈશ્યુ સાઈઝ 59.14 લાખ શેર છે, જેની કિંમત 50.27 કરોડ રૂપિયા છે. આ IPOની ફાળવણી શુક્રવાર, 19 એપ્રિલના રોજ થશે, જ્યારે લિસ્ટિંગ વિશે વાત કરીએ તો, રામદેવબાબા સોલવન્ટના શેર NSE અને BSE પર મંગળવાર, 23 એપ્રિલ, 2024ના રોજ થશે.

આ પણ વાંચો: Home Loan: હોમ લોનના હપ્તા ન ભર્યા તો શું થશે? જાણો બેંક ક્યારે મારે છે ઘર પર સીલ

પ્રાઇસ બેન્ડ શું છે?

રામદેવબાબા સોલવન્ટ લિમિટેડ IPO ની પ્રાઇસ બેન્ડ ₹80 થી ₹85 પ્રતિ શેર છે. આ કંપનીની લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે, જેના માટે રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા ₹136,000નું રોકાણ કરવું પડશે. HNIs આ IPOમાં 2 લોટ ખરીદી શકે છે, જેના માટે તેમણે 272,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ કંપની બાબા રામદેવની નથી

પહેલા સ્પષ્ટ કરી દઈએ કે આ બાબા રામદેવની કંપની નથી. આ કંપનીની સ્થાપના 2008માં થઈ હતી. આ કંપની ચોખાના તેલનું ઉત્પાદન અને વિતરણ કરે છે. આ કંપની મધર ડેરી ફ્રુટ એન્ડ વેજીટેબલ પ્રાઈવેટ લિમિટેડ અને એમ્પાયર સ્પાઈસ ફૂડ લિમિટેડ જેવી FMCG કંપનીઓને રાઈસ બ્રાન ઓઈલનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરે છે. આ કંપની તુલસી અને સેહત બ્રાન્ડ નામો હેઠળ તેના રાઇસ બ્રાન તેલનું વેચાણ કરે છે.

આ પણ વાંચો: Loan Rules: 1 ઓક્ટોબરથી બદલાઈ જશે લોનના નિયમો, RBIએ બેંકોને આપ્યો આદેશ

ગ્રે માર્કેટમાં શું સંકેતો?

રામદેવ સોલવન્ટ SME IPOનો છેલ્લો GMP શેર દીઠ રૂ. 27 હતો. જો કંપની 23 એપ્રિલના રોજ આ નફા સાથે લિસ્ટ થાય છે, તો રોકાણકારોને દરેક શેર પર 31.76% નો નફો મળશે અને કંપનીના શેર ₹112 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ એક લોટ ખરીદે છે, તો તેની લિસ્ટિંગમાં રોકાણ કરેલી રકમ 179200 રૂપિયા હશે.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT