પ્રાઈવેટ કંપનીઓ આપશે કર્મચારીઓને ખાસ ભેટ, 10 ટકા સુધીનો પગાર વધારો કરે તેવું અનુમાન!

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ 2022 અને 2023નું વર્ષ ઈન્ડિયન કોર્પોરેટ કર્મચારીઓ માટે શાનદાર રહેશે. આ વર્ષે કોર્પોરેટ સેક્ટરમાં 10%નો વધારો નોંધાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જો આ પ્રમાણે થયું તો એશિયા-પેસેફિક ક્ષેત્રે આ સૌથી વધારે પ્રમાણમાં થતો વેતનનો વધારો છે. આ અંગે વિલિસ ટાવર્સ વોટ્સનના વૈશ્વિક કન્સલ્ટિંગ સેલેરી બજેટના પ્લાનિંગમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં અત્યારે નોકરી છોડીને જતા કર્મચારીના પગલે સ્કિલ્ડ પ્રોફેશનલ્સની માગમાં વધારો થયો છે.

નાણાકીય વર્ષમાં કંપનીઓએ સારો પગાર વધાર્યો
રિપોર્ટ્સ પ્રમાણે જો આ વર્ષે 31 માર્ચ નાણાકિય વર્ષના સરેરાશ આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય કંપનીઓએ કર્મચારીઓના પગારમાં 9.5 ટકાનો વધારો કર્યો છે. ભારતમાં 50 ટકાથી વધુ કંપનીઓએ ગત વર્ષ કરતા અત્યારના ચાલુ નાણાકીય વર્ષ માટે ઉંચા વેતનનું બજેટ જાહેર કર્યું છે.

કેટલાક ક્વાર્ટર એવા છે જેમણે બજેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ દરમિયાન 2021-22ની સરખામણીએ માત્ર 5.4 ટકા લોકોએ બજેટમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષમાં ભારત સૌથી વધુ વેતન વધારતો દેશ બની જવાની કગાર પર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT