મોંઘવારીનાં માર વચ્ચે સારા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખાદ્યતેલના ભાવ ફરી એક વખત નીચે આવી શકે છે. સરકારે કંપનીઓને આ અંગે વિચારણા કરવા જણાવ્યું છે. ખાદ્ય સચિવે ગુરુવારે તેલ કંપનીઓ સાથે બેઠક કરી હતી. જેમાં પ્રતિ લીટર ઓછામાં ઓછા 10 રૂપિયાનો ઘટાડો કરવાની વાત કહેવામાં આવી છે. તેનાથી લોકોને રાહત મળશે. જોકે, તાજેતરમાં તેલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો હતો. જો સરકાર ખાદ્યતેલના ભાવમાં ફરીથી ઘટાડો કરવામાં સફળ થશે તો તહેવારોની સિઝનમાં પણ લોકોને તેનો લાભ મળશે.

ભાવ રૂ.150થી વધુ
ખાદ્યતેલના ભાવ હજુ રૂ.150થી ઉપર છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર સીંગતેલની કિંમત હાલમાં 187.55 રૂપિયા પ્રતિ લીટર છે. એક મહિના પહેલા પણ તે 187.88 રૂપિયા પ્રતિ લીટર હતો. સરસવનું તેલ 173.9 રૂપિયા પ્રતિ લિટર છે જે એક મહિના પહેલા 178.32 રૂપિયા હતું. વનસ્પતિ તેલનો ભાવ રૂ. 155.2 છે. એક મહિના પહેલા તે 163 રૂપિયા હતો.

સોયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો
સોયા તેલના ભાવમાં એક મહિનામાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. તે 165.5 રૂપિયાથી ઘટીને 157.84 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન સૂર્યમુખી તેલની કિંમત 186 રૂપિયાથી ઘટીને 171 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. હાલમાં વિદેશી બજારોમાં તેલના ભાવ નીચા છે. આવી સ્થિતિમાં ભારતમાં પણ ઘટાડો કરવાની માંગ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT