છેલ્લા 1 વર્ષમાં ખાણી-પીણીના સામાનની કિંમતોમાં ધરખમ વધારો નોંધાયો….

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ એક વર્ષમાં ખાણી-પીણીના સામાનની કિંમતોમાં જોરદાર વધારો નોંધાયો છે. સરકારના પ્રયાસો છતાં ભાવ નિયંત્રણમાં આવી રહ્યા નથી. મીઠાના ભાવમાં પણ વધારો થયો છે. ગ્રાહક મંત્રાલયના ડેટા દર્શાવે છે કે એક વર્ષ પહેલા ચોખાની કિંમત 34.86 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે વધીને 37.38 રૂપિયા થઈ ગઈ છે. ઘઉં 25 રૂપિયાથી વધીને 30.61 રૂપિયા જ્યારે લોટ 29.47 રૂપિયાથી વધીને 35 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

દાળના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો
અડદની દાળ 104 રૂપિયાથી વધીને 107 રૂપિયા પ્રતિ કિલો, મસૂર દાળ 88 રૂપિયાથી વધીને 97 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ 48.97 રૂપિયાથી વધીને 52.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આરબીઆઈના અંદાજ મુજબ છૂટક ફુગાવાનો દર હજુ પણ 6 ટકાથી ઉપર રહેશે. ઉપભોક્તા મંત્રાલયે અનેક વખત ઓઈલ કંપનીઓ અને સંગઠનોને તેલની કિંમતો ઘટાડવા માટે આહ્વાન કર્યું છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ સતત તેલની કિંમતોમાં ઘટાડો કરી રહી છે. પરંતુ ઓપન માર્કેટમાં તેલના ભાવ હજુ પણ 150 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે.

13 મેથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધની અસરો..
એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ મંજૂરી એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ (EIC) પાસેથી મેળવવી પડશે. તેના મુખ્ય કેન્દ્રો મુંબઈ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતામાં છે. હકીકતમાં, 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી, લોટ, મેંદો અને સોજીની નિકાસ અચાનક વધી ગઈ હતી.

ADVERTISEMENT

સ્થાનિક બજારમાં લોટની ઉપલબ્ધતા પર અસર થવાની આશંકા હતી. જેના કારણે કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. આને દૂર કરવા માટે, 12 જુલાઈએ, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે (DGFT) પણ લોટ, મેંદો અને સોજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માલની નિકાસ માટે આંતર-મંત્રાલય જૂથની મંજૂરી જરૂરી રહેશે.

ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાના પ્રયાસો
સરકાર ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવો વધુ છે. જુલાઈ 2021માં છૂટક ફુગાવાનો દર (CPI) 5.59 ટકા હતો, તે જૂન 2022માં 7.01 ટકા હતો. જુલાઈમાં તેમાં નજીવો ઘટાડો થવાની ધારણા છે. વિશ્લેષકો માને છે કે તે 6.6 ટકાની આસપાસ રહી શકે છે. જુલાઈનો ડેટા 12 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT