એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે 50 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી, બોઈંગ અને એરબસ સાથે ચર્ચા શરૂ..
દિલ્હીઃ ટાટા ગ્રૂપની કંપની એર ઈન્ડિયા યુએસ સ્થિત બોઈંગ સાથે 50 નાના બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદવા માટેની ડીલને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. કંપની…
ADVERTISEMENT
દિલ્હીઃ ટાટા ગ્રૂપની કંપની એર ઈન્ડિયા યુએસ સ્થિત બોઈંગ સાથે 50 નાના બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદવા માટેની ડીલને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. કંપની આ વિમાનો એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે ખરીદી રહી છે, જે વ્યાજબી દરે આંતરરાષ્ટ્રીય સેવાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ડીલ મોટા એરક્રાફ્ટ ઓર્ડરનો ભાગ હશે. કંપની ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી જ બોઇંગ અને એરબસ SE સાથે આ અંગે વાતચીત કરી રહી છે.
નોંધનીય છે કે ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયા આગામી ત્રણ વર્ષમાં તેના એરક્રાફ્ટ ફ્લીટમાં ત્રણ ગણો વધારો કરવાની યોજના ધરાવે છે. ટાટા જૂથે આ વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.
એરલાઇન બિઝનેસને મજબૂત કરવા માટે, ટાટા જૂથે તેની સ્થાનિક કંપની એર એશિયા ઇન્ડિયાને એર ઇન્ડિયા સાથે મર્જ કરવાની પણ જાહેરાત કરી હતી. કંપની એરબસ A320 એરક્રાફ્ટનો કાફલો ચલાવે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે હાલમાં 24 બોઈંગ 737 એરક્રાફ્ટનો કાફલો છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ ડીલ અંગે વધુ ચર્ચા કરવા એર ઈન્ડિયા અને બોઈંગના અધિકારીઓ સોમવારે મળે તેવી શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે “એર ઈન્ડિયાએ એર ઈન્ડિયા એક્સપ્રેસ માટે 50 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ખરીદવા માટે બોઈંગ સાથે ડીલ લગભગ ફાઈનલ કરી દીધી છે.” જોકે, એર ઈન્ડિયાએ આ અંગે કોઈપણ પ્રકારની માહિતી આપવાની ના પાડી દીધી છે.
ADVERTISEMENT