માત્ર વ્યાજથી થશે 4.5 લાખની કમાણી, Post Officeની આ સ્કીમમાં પૈસા લગાવો મળશે ધાંસૂ રિટર્ન

ADVERTISEMENT

Post Office Scheme
Post Office Scheme
social share
google news

Post Office Investment Scheme: સરકાર બધાં જ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ લાવતી હોય છે, જેનીથી ગરીબથી લઈ મધ્યમ વર્ગ સુધીના પરિવાર પણ એનો લાભ લઈ શકે. આવી જ એક સ્કીમની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ દ્વારા તેને ઓફર કરવામાં આવે છે. આ યોજનામાં કોઈ પણ નાગરિક 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે, જેમાં રોકાણકારોને સારું એવું વ્યાજ મળે છે. સાથે જ ટેક્સ છૂટનો પણ લાભ લઈ શકાય. આવો જાણીએ આ યોજના વિશે.

આ સરકારી યોજના પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોજિટ છે, જે સ્મૉલ સેવિંગ સ્કીમ હેઠળ ચલાવવામાં આવે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે તમે તેમાં એકસાથે પૈસાનું રોકાણ કરી શકશો, જેમાં સમય જતા વ્યાજ ઉમેરાતું રહેશે. આ યોજનાને પોસ્ટ ઓફિસ FD પણ કહેવામાં આવે છે. ટાઈમ ડિપોજિટ અંર્તગત ચાર પ્રકારના ટેન્યોર ઓફર કરવામાં આવે છે.

ક્યા ટેન્યોરમાં કેટલું વ્યાજ?

  • Post Office  ટાઈમ ડિપોઝીટ હેઠળ 1 વર્ષની મુદત પર 6.9% વ્યાજ આપવામાં આવે છે.
  • બે વર્ષની ટાઈમ ડિપોઝીટની મુદત પર, 7.0% વ્યાજ આપવામાં આવે છે.
  • 3 વર્ષના ટેન્યોરની ટાઈમની ડિપોઝિટમાં 7.1% વ્યાજ આપવામાં આવે છે.
  • પોસ્ટ ઓફિસ 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ સ્કીમ ઓફર કરે છે, જેમાં 7.5% વ્યાજ મળે છે.

એકસાથે 3 લોકો ખોલાવી શકે છે ખાતું

Post Office TD ના અંર્તગત , સિંગલ અને જોઈન્ટમાં 3 લોકો એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનામાં, તમે 100ના ગુણાંકમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. મહત્તમ રકમની કોઈ સીમા નથી. પાંચ વર્ષના ટેન્યોરમાં, આ યોજના અંર્તગત ઈન્કમ ટેક્સની કલમ  80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવે છે. છ મહીના પહેલા તમે આ યોજનામાં પૈસા નહીં કાઢી શકો.

ADVERTISEMENT

ફ્કત વ્યાજથી થશે 4.5 લાખની કમાણી

જો તમે આ યોજના અંર્તગત દરરોજ 2,778 રૂપિયાની બચત કરો છો અને એક વર્ષ પછી ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષમાં તમને માત્ર વ્યાજમાંથી 4,49,948 રૂપિયાની કમાઈ મળશે. એજ પાંચ વર્ષમાં કૂલ 14,49,948 રૂપિયા થશે.

    follow whatsapp

    ADVERTISEMENT