Budget 2024: કેવું હશે આવતીકાલનું બજેટ? 24 કલાક પહેલા જ PM મોદીએ કહી દીધું; અહીં જાણી લો
Budget Session 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વવાળી મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ (Budget 2024) આવતીકાલે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
Budget Session 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વવાળી મોદી 3.0 સરકારનું પ્રથમ બજેટ (Budget 2024) આવતીકાલે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરશે. આ પહેલા સોમવારે સંસદનું બજેટ સત્ર પણ શરૂ થયું અને આ દરમિયાન પીએમ મોદીએ 24 કલાક પહેલા જ કહી દીધું કે આવતીકાલે રજૂ થનારું સામાન્ય બજેટ કેવું હશે, ક્યાં સેક્ટર પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે આવતીકાલે મજબૂત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર કેન્દ્રિત હશે. તેમણે કહ્યું કે, આગામી 5 વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ છે.
બજેટ વિકસિત ભારત પર ધ્યાન કેન્દ્રિત કરશે
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટ સત્ર છે અને દેશવાસીઓને હું જે ગેરંટી આપતો રહ્યો છું, તે ગેરંટીઓને પૂર્ણ કરવાના લક્ષ્ય પર અમારે આગળ વધવાનું છે. અમૃતકાળનું આ મહત્ત્વપૂર્ણ બજેટ છે, જે અમારા પાંચ વર્ષની કામની દિશા નક્કી કરશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, આઝાદીના 100 વર્ષ થવા પર 2047 સુધી વિકસિત ભારતના સપનાને પૂર્ણ કરવાનું અમે જે લક્ષ્ય અમે રાખ્યું છે, તેના પર આવતીકાલે રજૂ થનારું બજેટ કેન્દ્રિત હશે.
ADVERTISEMENT
અમે આવતીકાલે મજબૂત બજેટ લાવીશું: PM મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આવતીકાલે મજબૂત બજેટ રજૂ કરવા આવીશું અને અમે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી પૂરી તાકાત લગાવીશું. તેમણે દેશની ઈકોનોમી (Indian Economy) પર વાત કરતા કહ્યું કે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતો દેશ બની રહ્યો છે અને સતત ત્રણ વખતથી 8 ટકાના ગ્રોથની સાથે આપણે વિકાસના પથ પર આગળ વધી રહ્યા છીએ. પોઝિટિવ આઉટલુક અને સતત વધી રહેલું ઈન્વેસ્ટમેન્ટ આ વાતનો પુરાવો છે.
આવતીકાલે નાણામંત્રી રજૂ કરશે બજેટ
આવતીકાલે 23 જુલાઈના રોજ દેશનું સામાન્ય બજેટ (Budget 2024) રજૂ કરવામાં આવશે, આ પહેલા ચૂંટણી વર્ષ હોવાને કારણે 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટ (વચગાળાનું બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. દેશમાં સતત ત્રીજી વખત પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું આ પ્રથમ બજેટ હશે. આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને દેશમાં NDA ગઠબંધનની સરકાર છે અને લોકોને આ વખતના બજેટમાં આ સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. દેશના પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ તેમના કાર્યકાળનું આ વાર્ષિક બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
મધ્યમ વર્ગને મળી શકે છે રાહત!
નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા આવતીકાલે રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2024થી નોકરીયાતોને ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સ છૂટથી લઈને ટેક્સ સ્લેબમાં બદલાવ કરવા પર ફોકસ કરી શકે છે. કર્મચારીઓને અપેક્ષા છે કે સરકાર આ વખતે બજેટમાં મોટું એલાન કરતા આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાતની મર્યાદા વધારવાના પ્રસ્તાવ પર એલાન કરી શકે છે. નાણાકીય વર્ષ 2014-15થી 1.5 લાખ રૂપિયા પર સ્થિર છે, તે આ બજેટમાં રૂ. 2 લાખ સુધી જઈ શકે છે. તેનાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે
ADVERTISEMENT
ADVERTISEMENT