Budget 2024: PM કિસાન યોજનાથી લઈને લોન સુધી... બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત
Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.
ADVERTISEMENT

Union Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. બજેટને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. બજેટ રજૂ કરતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એવામાં ચાલો જાણીએ કે, આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં ખેડૂતો માટે શું ખાસ જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતો માટે બજેટમાં મોટી જાહેરાત
- આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે
- ખેડૂતો માટે બજેટમાં 5 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે
- પાંચ રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે
- 32 પાક માટે અલગ-અલગ 9 યોજના લાવવામાં આવશે
- કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રથમ પ્રાથમિકતા રહેશે
- ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય માટે ઉચ્ચ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે
- એગ્રી રિસર્ચ માટે સરકાર આર્થિક સહાય પૂરી પડશે.
- કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ 9% નું વ્યાજદર
પાંચ રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટમાં ખેડૂતોને ઘણી ભેટ મળી છે. જેમાંથી એક સારા સમાચાર પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ આવ્યા છે, નાણામંત્રીએ કહ્યું કે, દેશના પાંચ રાજ્યોમાં જન સમર્થ આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ ટૂંકા ગાળાની લોન ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરે છે. ઓછા વ્યાજદરના કારણે ખેડૂતોને લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને કૃષિ કામગીરી માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. ખેડૂતોને શાહુકારો પાસેથી મળતી લોન કરતાં આ લોન ઘણી સસ્તી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને સરળતાથી લોન મળે છે.
ADVERTISEMENT
Budget 2024 માં યુવાઓ માટે મોટી જાહેરાત, 2 લાખ કરોડ ખર્ચ કરશે મોદી સરકાર
PM ગરીબ કલ્યાણ યોજના અંગે મોટી જાહેરાત
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો સમયગાળો વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યો. આ સિવાય રોજગારી, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. 4.1 કરોડ યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
સરકારે મુદ્રા લોનની મર્યાદા વધારી
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન લેવાની સુવિધા હતી. પરંતુ હવે સરકારે આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી દીધી છે. આ યોજના 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. મુદ્રા યોજનાની તમામ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.
ADVERTISEMENT
MSME માટે વિશેષ:
ADVERTISEMENT
SIDBIની પહોંચ વધારવા માટે આગામી ૩ વર્ષમાં નવી શાખાઓ ખોલવામાં આવશે. જેમાંથી આ વર્ષે 24 શાખાઓ ખુલશે
50 મલ્ટી પ્રોડક્ટ ફૂડ યુનિટના સેટઅપ માટે મદદ પૂરી પાડશે.
MSME ને ફૂડ સેફ્ટી લેબ ખોલવા માટે મદદ આપવામાં આવશે.
ઈ-કોમર્સ નિકાસને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ક્ષેત્ર સાથે મળીને એક યોજના શરૂ કરવામાં આવશે.
બજેટ બાદ નાણામંત્રીએ શું કહ્યું?
બજેટ પછી DDને આપેલા એક ઈન્ટરવ્યુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આજે મેં ગૃહમાં લગભગ 82 મિનિટનું ભાષણ આપ્યું. એ સમજવું પડશે કે આ દોઢ કલાકમાં દરેક વિષય પર બોલવું મારા માટે શક્ય નથી. પરંતુ મારા તે વિષય પર ન બોલવાનો મતલબ એ નથી કે આ બધી યોજનાઓ બંધ થઈ જશે. તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મનરેગા, પીએમ સન્માન નિધિ જેવી યોજનાઓ અને મુદ્રા જેવી યોજનાઓ ચાલુ જ રહેશે. નાણામંત્રીએ કહ્યું કે મેં આ વિષય પર વાત નથી કરી પરંતુ આ યોજનાઓ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ મોટું એલાન: બિઝનેસ કરવા સરકાર આપશે 20 લાખની લોન, આવી રીતે કરો ઓનલાઈન અરજી
ADVERTISEMENT