Jan Dhan Account: 10 કરોડ જન ધન એકાઉન્ટ થઈ ગયા Inactive, જો તમે પણ ખોલાવ્યું હોય તો આ કામ કરી લેજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jan Dhan Account: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Narendra Modi) હેઠળ કુલ 51 કરોડથી વધારે બેંક એકાઉન્ટ (Bank Accounts)માંથી 10 કરોડથી વધારે એકાઉન્ટ ઈનોપરેટિવ (Bank Account Inoperative) થઈ ચૂક્યા છે. આમાંથી લગભગ 5 કરોડ બેંક એકાઉન્ટ મહિલાઓના નામે છે. ઈનોપરેટિવ થયેલા એકાઉન્ટમાં લોકોના કુલ 12,799 કરોડ રૂપિયા જમાં છે.

કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ આપી જાણકારી

હાલમાં જ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ (Bhagwat Karad)એ રાજ્યસભામાં પીએમ જનધન યોજના (PM Jandhan Yojana) અંતર્ગત એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. ભાગવત કરાડે જણાવ્યું હતું કે, નિષ્ક્રિય PMJDY ખાતાઓની ટકાવારી બેંકિંગ ક્ષેત્રમાં કુલ નિષ્ક્રિય ખાતાઓ (Bank Account Inoperative)ની ટકાવારી સમાન છે. કરાડે વધુમાં જણાવ્યું હતું કે કુલ 103.4 મિલિયન નોન-ઓપરેટિવ PMJDY ખાતાઓમાંથી 49.3 કરોડ ખાતા મહિલાઓના છે.

બેંક ખાતાઓ કેમ નિષ્ક્રિય થઈ ગયા?

રાજ્યમંત્રીનું કહેવું છે કે ખાતા નિષ્ક્રિય (ઈનોપરેટિવ) થવાના ઘણા કારણો છે. તેનો બેંક ખાતાધારકો (Bank Account Holders) સાથે તેનો સીધો સંબંધ નથી. ઘણા મહિનાઓથી બેંક ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન ન કરવાને કારણે આ ખાતા ઈનોપરેટિવ થઈ ચૂક્યા છે. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank Of India)ની માર્ગદર્શિકા મુજબ, જો બેંક ખાતામાં બે વર્ષ કરતા વધારે સમયથી કોઈ લેવડદેવડ થતું નથી, તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય માનવામાં આવે છે. ભાગવત કરાડે જણાવ્યું હતું કે, બેંકો નિષ્ક્રિય ખાતાઓની ટકાવારી ઘટાડવા માટે નક્કર પ્રયાસો કરી રહી છે અને સરકાર દ્વારા તેનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે.

ADVERTISEMENT

ફરીથી ચાલુ કરી શકાય છે એકાઉન્ટ

મહત્વપૂર્ણ માહિતી શેર કરતા મંત્રીએ કહ્યું કે, આ એકાઉન્ટ ભલે ઈનઓપરેટિવ થઈ ચૂક્યા છે, પરંતુ એક્ટિવ એકાઉન્ટની જેમ જ તેના પર વ્યાજ મળતું રહે છે અને એકાઉન્ટ ચાલુ કરાવીને ફરીથી તેમાંથી પૈસા કાઢી શકાય છે. ભાગવત કરાડે જણાવ્યું કે, KYC કરાવીને તમે તમારું ઈનોપરેટિ (નિષ્ક્રિય) એકાઉન્ટ એક્ટિવેટ કરાવી શકો છો.

    follow whatsapp

    ADVERTISEMENT