પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? ઓઈલ કંપનીઓએ ભાવ વધારવા દબાણ શરૂ કર્યું
દિલ્હીઃ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મોટી ખોટ ખાધા પછી ત્રણ મોટી સરકારી ઓઇલ કંપનીઓએ ભાવ વધારવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. તેમને આ ટર્મમાં 18,480 કરોડ…
ADVERTISEMENT
દિલ્હીઃ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મોટી ખોટ ખાધા પછી ત્રણ મોટી સરકારી ઓઇલ કંપનીઓએ ભાવ વધારવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે. તેમને આ ટર્મમાં 18,480 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રમાણેની ખોટ કોઈપણ એક ક્વાર્ટરમાં અત્યારસુધીની આ સૌથી મોટી છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 6 એપ્રિલથી ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાને કારણે તેમને નુકસાન થયું છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને કારણે કંપનીઓએ 137 દિવસ સુધી કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જોકે, માર્ચના અંતે તેમાં પ્રતિ લિટર રૂ.10નો વધારો કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ જણાવ્યું હતું કે, તેને અત્યારસુધીનું સૌથી વધુ નુકસાન થયું છે, જે રૂ. 10,197 કરોડ રૂપિયાને આંબી ગયું છે. જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ને રૂ. 6,290 કરોડનું નુકસાન થયું છે. ઈન્ડિયન ઓઈલને 1,993 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ADVERTISEMENT
એપ્રિલ-જૂનમાં તેલના ભાવ સ્થિર રહ્યા
એપ્રિલ-જૂનમાં ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ક્વાર્ટર દરમિયાન આયાત ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 109 ડોલર રહ્યા હતા. પરંતુ છૂટક બજારમાં તે બેરલના આધારે 85-86 ડોલરના ભાવે વેચાય છે. જોકે ઓઇલ કંપનીઓ ભાવ વધારવા અથવા ઘટાડવા માટે સ્વતંત્ર છે. આ હોવા છતાં તેઓ કિંમતોમાં કોઈ ફેરફાર કરી શક્યા નથી.
ADVERTISEMENT