Penny Stock થી કમાણી કરનારા રોકાણકારો આવકવેરા વિભાગની રડારમાં, જાણો સંપૂર્ણ માહિતી
આ પ્રકારના સ્ટોકમાંથી થયેલી કમાણીને આવકવેરા વિભાગ અઘોષિત આવક માને છે
ADVERTISEMENT
Long Term Capital Gain: શું તમે પણ પેની સ્ટોકમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો આ સમાચાર તમારે જાણવા ખુબ જ જરૂરી છે. સસ્તા શેરમાં રોકાણ કરીે ઓછા સમયમાં વધુ પૈસા કમાનારા રોકાણકારો આવકવેરાના નિશાન પર છે. આવા રોકાણકારો પાસેથી આવક વેરા વિભાગ ભારે ભરખમ ટેક્સ વસૂલી શકે છે. આ પ્રકારના સ્ટોકમાંથી થયેલી કમાણીને આવકવેરા વિભાગ અઘોષિત આવક માને છે.
શું તમને આ વાતની ખબર છે?
અઘોષિત આવકનો મતલબ એવો છે કે તમે જે કમાણી કરી રહ્યા છો તેની કોઈ જાણકારી નથી આપતા અથવા છુપાવી રહ્યા છો અને આવા પૈસા પર 60 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ઉપરાંત 25 ટકા સરચાર્જ, દંડ અને સેસ જોડીને તે 80 ટકા કરતા પણ વધુ ટેક્સ વસુલ કરવામાં આવે છે. એટલા માટે જો તમે 100 રૂપિયાની કમાણી કરી હશે તો તેમાંથી 80 રૂપિયા તમારે સરકારને ચૂકવવા પડશે. પરંતુ આ સમસ્યાનો એક ઉકેલ પણ છે એટલે કે જો રોકાણકારોએ સાબિત કરી દે કે તે અસલ રોકાણકાર છે તો તેને તેમાંથી રાહત મળી શકે છે.
ટેક્સમાંથી રાહત મેળવવા તેમે શું કરી શકો છો?
તમારી પાસે વસુલ કરવામાં આવતા 80 ટકા સુધી ટેક્સમાંથી રાહત મેળવવા તમે અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) કે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી શકો છો. ટેક્સ એક્સપર્ટનું અનુસાર, આવી સ્થિતિમાં તમારી પાસે પૂરેપૂરા દસ્તાવેજો હોવા જરૂરી છે. આવકવેરા વિભાગ પેની સ્ટોક સ્કેમ પર બાજનજર રાખી બેઠી હોય છે. આ પ્રકારના કૌભાંડથી કેટલાક લોકો કાળું નાણું ભેગું કરે છે. તેના દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ કે બિઝનેસ લોસ થવાનો દાવો કરવામાં આવે છે. શોર્ટ ટર્મ કેપિટલ લોસમાં નુકસાન દેખાડીને આવકને એડજસ્ટ કરવાથી ટેક્સ લાયેબિલિટી ઓછી થઈ જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT