Paytmની ગુજરાતમાં મોટા રોકાણની મોટી જાહેરાત, Gift Cityમાં આ સેક્ટરમાં કરશે 100 કરોડનું રોકાણ
Gift City Investment: Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ બુધવારે એક જાહેરાત કરી છે. બુધવારે, કંપનીએ માહિતી આપી છે કે કંપની ગિફ્ટ સિટીમાં વૈશ્વિક…
ADVERTISEMENT
Gift City Investment: Paytm ની પેરન્ટ કંપની One97 Communications એ બુધવારે એક જાહેરાત કરી છે. બુધવારે, કંપનીએ માહિતી આપી છે કે કંપની ગિફ્ટ સિટીમાં વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમ માટે ₹100 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત, કંપની AI આધારિત ક્રોસ-બોર્ડર રેમિટન્સ પ્લાન પર પણ કામ કરી રહી છે. One97 કોમ્યુનિકેશન્સ દ્વારા બુધવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપવામાં આવી હતી, જેમાં કંપનીએ કહ્યું હતું કે તે ઈનોવેશન માટે ડેવલપમેન્ટ સેન્ટર પણ બનાવશે.
Paytm તરફથી આ નિવેદન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા આવ્યું છે. આ સમિટ બુધવારે સવારે 10 વાગ્યે ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ છે.
શું છે Paytm નો પ્લાન?
કંપની આ રોકાણ અનેક તબક્કામાં કરવાની યોજના ધરાવે છે અને આ માટે રોકાણ માટે તેની મંજૂરી પણ લેવી પડશે. કંપનીનું કહેવું છે કે ગિફ્ટ સિટીના ઇનોવેશન હબનો ક્રોસ બોર્ડર પ્રવૃત્તિઓ માટે પૂરતો ઉપયોગ કરી શકાય છે. Paytm વૈશ્વિક વપરાશકર્તાઓને ભારતમાં રોકાણ કરવા માટે તેની શ્રેષ્ઠ ક્ષમતા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે. Paytm કહે છે કે તે ક્રોસ બોર્ડર રેમિટન્સમાં કાર્યક્ષમતા વધારવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઝડપી અને ઓછા ખર્ચાળ ઉકેલો બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
ADVERTISEMENT
કંપનીએ કહ્યું કે, તે ગિફ્ટ સિટી, ગુજરાતમાં એક ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે જ્યાં આ સોલ્યુશન્સ પર કામ કરવામાં આવશે અને તકનીકી પાયાનું કામ કરવામાં આવશે. આ કેન્દ્રમાંથી રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે. તેમજ અહીં એવા એન્જીનીયરોને રાખવામાં આવશે જેઓ અનેક પ્રકારની ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સ અને સેવાઓ તૈયાર કરી શકશે.
વિજય શેખર શર્માએ શું કહ્યું?
Paytm ના CEO વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં રોકાણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ક્રોસ-બોર્ડર રેમિટન્સ અને પેમેન્ટ ટેક્નોલોજી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ વૈશ્વિક સ્તરે તકો ઊભી કરશે. આનાથી અમને ઝડપી, ભરોસાપાત્ર અને ઓછા ખર્ચાળ રેમિટેન્સ સોલ્યુસન્સ તૈયાર કરવામાં મદદ મળશે.”
ADVERTISEMENT
ગયા અઠવાડિયે જ, One97 કોમ્યુનિકેશન્સે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશન Paytmના QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન દ્વારા મોબાઇલ પેમેન્ટની સુવિધા પ્રદાન કરશે. આનાથી રામ મંદિરના ઉદ્ઘાટન વખતે અયોધ્યામાં મોબાઈલ પેમેન્ટ સેવા પૂરી પાડવામાં મદદ મળી.
ADVERTISEMENT
ADVERTISEMENT