Holi 2024: હોળી પહેલા બજારમાં ખરીદીનો માહોલ, 50 હજાર કરોડ રૂપિયાથી વધારેનો થશે વેપાર

ADVERTISEMENT

Holi 2024
હોળી પર દેશભરમાં 50,000 કરોડનો વેપાર!
social share
google news

Over Rs 50,000 crore business expected on Holi 2024: દેશમાં હોળીના તહેવારોને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોંધવારીની માર વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હોળીના દિવસે કારોબારમાં 50 ટકાનો વધારો થવાની ધારણા છે. દર વખતના તહેવારની જેમ આ વર્ષે પણ  ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી અને ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.

હોળી પર દેશભરમાં 50,000 કરોડનો વેપાર

આ વર્ષે હોળીના તહેવારને લઈ વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરમાં ગત વર્ષની સરખામણીમાં 50 ટકા જેટલો કારોબાર થવાનો અંદાજ છે, જેના કારણે દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થશે. ફક્ત દિલ્હીમાં જ  5 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની સંભાવના છે.

ચીની વસ્તુઓનો ગ્રાહકોએ કર્યો બહિષ્કાર

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે જાણકારી આપી કે,  આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય મિઠાઈ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઈટમ્સ, ફૂલ-ફળ, કપડા સહિતના અન્ય ઉત્પાદનની પણ માગ બજારોમાં જોવા મળી રહી છે. હોળીથી જોડાયેલા સામાનની દેશમાં આયાત લગભગ 10 હજાર કરોડની હોય છે, જે આ વખતે ખૂબ જ ઓછી જોવા મળી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT