57% કર્મચારીઓને 12% પગાર વધારાની અપેક્ષા, સંગઠિત ક્ષેત્રની રોજગાર આ વર્ષે વધશે
દિલ્હીઃ વૈશ્વિક આર્થિક મંદી, ફુગાવો, સ્ટાર્ટઅપ રોકાણનો અભાવ, ટેક સેક્ટરમાં છટણી અને મંદીના ભય વચ્ચે 57% કર્મચારીઓ આગામી વર્ષે 12%થી વધુ પગાર વધારાની અપેક્ષાની આશા…
ADVERTISEMENT
દિલ્હીઃ વૈશ્વિક આર્થિક મંદી, ફુગાવો, સ્ટાર્ટઅપ રોકાણનો અભાવ, ટેક સેક્ટરમાં છટણી અને મંદીના ભય વચ્ચે 57% કર્મચારીઓ આગામી વર્ષે 12%થી વધુ પગાર વધારાની અપેક્ષાની આશા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 23 ટકા કર્મચારીઓ માને છે કે તેમાં 8-12 ટકાનો વધારો થઈ શકે છે. જ્યારે 11 ટકા માને છે કે ચારથી પાંચ ટકાનો વધારો થઈ શકે છે. જોકે, 8.3 ટકા માને છે કે તેમના પગારમાં માત્ર 4 ટકાનો વધારો થઈ શકે છે.
ગ્રાઉન્ડ લેવલે પરિસ્થિતિ બદલાઈ ગઈ…
પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિ હોવા છતાં, મોટાભાગના કર્મચારીઓ તેમના પગારમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માટે કંપનીઓ વચ્ચે ઊંચી માંગ અને સ્પર્ધાને કારણે IT સેક્ટરે ભૂતકાળમાં ઉચ્ચ પગારવધારો થયો છે. આ વર્ષે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં કર્મચારીઓ ઈન્ક્રીમેન્ટને લઈને આશાવાદી છે.
મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી જેવા સેક્ટરોએ ગયા વખતે પગારવધારામાં રૂઢિચુસ્ત અભિગમ અપનાવ્યો હતો. મોટાભાગના કર્મચારીઓના પગારમાં 10 ટકાથી ઓછો વધારો કરવામાં આવ્યો છે. જેમ જેમ પ્રવૃત્તિઓ વધવા લાગી છે, આ ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ હવે વધુ વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે.
ADVERTISEMENT
દિલ્હી, એનસીઆર અને મુંબઈમાં વધુ ભરતીઓ
અન્ય મીડિયા અહેવાલ મુજબ દેશમાં સંગઠિત ક્ષેત્રની રોજગારીમાં તેજી આવી છે. ખાસ કરીને બીજા સ્તરના શહેરોમાં તેની ધાર વધારે છે. 2022માં આ ક્ષેત્રમાં રોજગારી બમણી થઈ છે.
રિપોર્ટ અનુસાર, દિલ્હી, નેશનલ કેપિટલ રિજન (NCR), મુંબઈ અને બેંગ્લોર, પુણે, અમદાવાદ અને જયપુર જેવા મેટ્રોમાં પણ નાના ઉદ્યોગો દ્વારા ભરતીમાં વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT