Opening Bell: સામાન્ય વધારા સાથે શેરબજારમાં આજના ટ્રેડિંગની થઈ શરૂઆત

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

અમદાવાદ: આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેર બજારમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. BSEનો 30-શેર વાળો ઇંડેક્સ સેન્સેક્સ 39.38 પોઈન્ટ્સ એટલે કે 0.66 ટકાના વધારા સાથે 59,285ની સપાટી પર ખૂલ્યો હતો. NSEનો 50 શેરનો ઈન્ડેક્સ 29.90 પોઈન્ટના વધારા સાથે 17,695ની સપાટી પર ખૂલ્યો હતો.

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે આજની ઉંચી સપાટી 59,566 અને નિફ્ટીએ 17700ની સપાટી વટાવી દીધી છે. શરૂઆતની મિનિટોમાં જ નિફ્ટીએ 17700ની સપાટી વટાવી હતી અને 0.4 ટકા વધીને 17,737 પર પહોંચી ગયો હતો. શરૂઆતની મિનિટોમાં જ તે 17764ની સપાટીએ પહોંચ્યો છે. આજના શરૂઆતના વેપારમાં, સેન્સેક્સના 50માંથી માત્ર 3 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને નિફ્ટીના 50માંથી માત્ર 3 શેરમાં ઘટાડો છે જે નેસ્લેનો શેર છે. બેંક નિફ્ટીમાં 164 પોઈન્ટના ઉછાળા બાદ 39970 ના સ્તર જોવા મળી રહ્યા છે.

આ શેરોમાં થયો વધારો ઘટાડો
સેન્સેક્સ શેરોમાં પાવરગ્રીડ સૌથી વધુ 1.50 ટકા વધ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત L&T, ભારતી એરટેલ, મારુતિ, બજાજ ફાઇનાન્સ, HUL, HDFC બેન્કમાં વધારો થયો છે. આ સિવાય ટાઇટન, HDFC, M&M, ICICI બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ, SBI, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, ITC, HCL, સન ફાર્મા, ટાટા સ્ટીલ અને ઇન્ફોસિસમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં જે 50 શેરો ઘટી રહ્યા છે તેમાં કોટક મહિન્દ્રા બેંક, TCS, ટેક મહિન્દ્રા, નેસ્લે અને વિપ્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડૉ.રેડ્ડીઝની લેબોરેટરીઝ પણ તૂટેલી છે.

ADVERTISEMENT

રૂપિયામાં જોવા મળી તેજી
શેરબજારમાં આજે સારી ગતિ સાથે કારોબાર શરૂ થયો છે અને પ્રી-ઓપનિંગમાં જ બજાર લીલા નિશાનમાં જોવા મળ્યું હતું. ડૉલરની સામે રૂપિયો પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે અને ડૉલરની સામે 79.81ની સપાટીએ રૂપિયો ટ્રેડિંગ કરી રહ્યો છે.  .

    follow whatsapp

    ADVERTISEMENT