Opening Bell: શેર બજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં આજે મજબૂત વેગ સાથે કારોબારની શરૂઆત થઈ હતી. શેરબજારમાં આજે બેન્કિંગ શેરોની મજબૂત ટેકો મળ્યો હતો. આજે નિફ્ટીએ…
ADVERTISEMENT
અમદાવાદ: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં આજે મજબૂત વેગ સાથે કારોબારની શરૂઆત થઈ હતી. શેરબજારમાં આજે બેન્કિંગ શેરોની મજબૂત ટેકો મળ્યો હતો. આજે નિફ્ટીએ પ્રી-ઓપનિંગમાં જ 18,000ની સપાટી વટાવી છે. આજના કારોબારમાં, BSE 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 293.16 પોઈન્ટ એટલેકે 0.49 ટકાના ઉછાળા સાથે 60,408ની સપાટી પર ખુલ્યો. NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 108.10 પોઈન્ટ એટલેકે 0.60 ટકા વધીને 18,044ની સપાટી પર ખૂલ્યો હતો.
શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ પોઈન્ટનો ઉછાળો થયો છે. સેન્સેક્સમાં 306.01 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના ઉછાળા સાથે 60,421ની સપાટી પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. આ ઉપરાંત નિફ્ટીમાં 93 પોઈન્ટ એટલે કે 0.52 ટકાના વધારા બાદ 18029ની સપાટી પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું.
આ શેરમાં થયો ફેરફાર
સેન્સેક્સના તમામ 30 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેમાંથી ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઓએનજીસી, એચડીએફસી અને કોટક મહિન્દ્રા બેન્ક ઉપર છે. સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટાઈટન, આઈટીસી, મારુતિ, એમએન્ડએમ, એલએન્ડટી, વિપ્રો, ટાટા સ્ટીલ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, એચડીએફસી, એક્સિસ બેંક અને ઈન્ફોસીસ પણ વધ્યા છે. એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફિનસર્વ સાથે પાવરગ્રીડ અને એનટીપીસીમાં ફાયદો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં વધારો અને 4 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ઘટતા શેરોમાં સિપ્લા, એચસીએલ ટેક, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT