Opening Bell: સેન્સેક્સે ફરી વટાવી 59,000ની સપાટી, શેર બજારમાં તેજીનો માહોલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારે મામૂલી વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે. એશિયન માર્કેટમાં ઘટાડા છતાં ભારતીય બજારમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 187 પોઈન્ટના વધારા સાથે 58,594ની સપાટી પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 58 પોઈન્ટના વધારા સાથે 17,601ની સપાટી પર ખુલ્યો હતો.  શેરબજાર ખુલ્યા બાદ ખરીદીના વળતરને કારણે સેન્સેક્સ ફરી 59000 પોઈન્ટને પાર કરી ગયો છે.

માર્કેટના તમામ સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહી છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના તમામ 50 શેરોમાંથી 46 શેર લીલા નિશાનમાં અને 4 લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર લીલા નિશાનમાં અને 2 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે વધતા શેર પર નજર કરવામાં આવે તો, NTPC 2.33 ટકા, બજાજ ફિનસર્વ 1.53 ટકા, કોટક મહિન્દ્રા 1.13 ટકા, પાવર ગ્રીડ 0.99 ટકા, બજાજ ફાઇનાન્સ 0.88 ટકા, એક્સિસ બેન્ક 0.64 ટકા, TCS 0.64 ટકા, કોટક મહિન્દ્રા 0.4 ટકાનો સમાવેશ થાય છે. ICICI બેન્ક 0.62 ટકા, SBI 0.62 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઘટતા શેર પર વાત કરવામાં આવે તો IndusInd Bank 0.55 ટકા, શ્રી સિમેન્ટ 0.54 ટકા, BPCL 0.41 ટકા, ગ્રાસિમ 0.34 ટકા, હિન્દાલ્કો 0.31 ટકા, મારુતિ સુઝુકી 0.24 ટકા, Hero MotoCorp 16 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT