વધારે એક દિગ્ગજ બેંક ડુબી ગઇ, જાણી લો તમારા પૈસા તો જમા નથીને…

ADVERTISEMENT

One more american bank
One more american bank
social share
google news

નવી દિલ્હી : અમેરિકાની વધારે એક દિગ્ગજ બેંક હવે ડુબવાની તૈયારીમાં છે. અમેરિકાની દિગ્ગજ બેંક ફર્સ્ટ રિપબ્લિક બેંક ડુબી ચુકી છે. અમેરિકી નિયામકોએ આ બેંકની તમામ સંપત્તી જપ્ત કરી લીધી છે. આ સાથે જ જેપી મોર્ગન ચેસ બેંકે સંકટગ્રસ્ત ફર્સ્ટ રિપબ્લિક બેંકને ખરીદી લીધી છે. તેની તમામ જમામ સંપત્તી અને મોટાભાગની સંપત્તીઓને પોતાના કબજામાં લઇ લીધા છે. ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પ (FDIC) એ આ માહિતી આપી છે. એફડીઆઇસીએ સોમવારે સવારે કહ્યું કે, કેલિફોર્નિયાએ નિયમકોએ ફર્સ્ટ રિપબ્લિકને બંધ કરી દીધું છે. તેને રિસીવર તરીકે નિયુક્ત કર્યા છે.

જે.પી મોર્ગન દ્વારા બેંકનું અધિગ્રહણ કરવામાં આવ્યું
જેપી મોર્ગન ચેસ ફર્સ્ટ રિપબ્લિક બેંકની તમામ જમા રકમ અને મોટા ભાગની સંપત્તીનું અધિગ્રહણ કરશે. અમેરિકાના આઠ રાજ્યોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકની 84 શાખાઓ સોમવારે જેપી મોર્ગન ચેસ બેંકની શાખાઓ તરીકે ફરીથી ખુલશે. સૈન ફ્રાંસ્સિસ્કો ખાતે ફસ્ટ રિપબ્લિક માર્ચની શરૂઆતથી ખરાબ સમયનો સામનો કરી રહ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે, બેંક મોટા ભાગના સમયમાં એક સ્વતંત્ર સંસ્થા તરીકે જીવીત રહી શકે તેમ નથી. અમેરિકી નિયામકોને ઇમરજન્સી હસ્તક્ષેપ બાદ જેપી મોર્ગન ચેસ એન્ડ કંપનીએ સંકટગ્રસ્ત બેંકનું અધિગ્રહણ કર્યું છે. આ અગાઉ બેંક પોતાની બેલેન્સ શીટમાં ગોટાળાને દુર કરવામાં નિષ્ફળ સાબિત થઇ કારણ કે પૈસા જમા કરાવનારા લોકોએ બેંકના કુલ પૈસા કરતા વધારે પૈસા ઉપાડી લીધા હતા. જેમાં લગભગ 173 બિલિયન ડોલરનું ઋણ અને 30 બિલિયન ડોલરની પ્રતિભૂતિઓ અને 92 બિલિયન ડોલરની જમા રકમનો સમાવેશ થાય છે.

અમેરિકાની અનેક દિગ્ગજ બેંકો ડુબી ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ માર્ચ મહિનામાં અમેરિકાની સ્ટાર્ટઅપ દિગ્ગજ બેંક સિલિકોનવેલી બેંક ફડચામાં જતા ડુબી ગઇ હતી. આ ઉપરાંત માર્ચ મહિનામાં જ સિગ્નેચર બેંક પણ ડુબી ગઇ હતી. આ ઉપરાંત અમેરિકા વોશિંગ્ટન મ્યુચ્યુઅલ બેંક 2008 માં કોન્ટિનેન્ટલ નેશનલ બેંક 1984, અમેરિકન સેવિંગ એન્ડ લોન એસોસિએશન 1988, ઇન્ડિમેક બેંક 2008, ફર્સ્ટ રિપબ્લિક બેંક 1988, કોલોનિયલ બેંક 2009, ગિબલ્ટર સેવિંગ્સ 1989, બેંક ઓફ ન્યુ ઇંગ્લેન્ડ 1991 સહિતની બેંકો બંધ થઇ ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT