સપ્તાહના અંતિમ દિવસે SENSEX 59,462ની સપાટીએ થયો બંધ
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદી અને કંપનીઓના ઉત્તમ ત્રિમાસિક પરિણામોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે તેજી સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદી અને કંપનીઓના ઉત્તમ ત્રિમાસિક પરિણામોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSEનો SENSEX 130 પોઈન્ટ વધીને 59,462ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 39 પોઈન્ટ વધીને 17,698ની સપાટીએ બંધ થયો હતો.
ત્રણ દિવસ શેરબજાર રહેશે બંધ
આજે શેરબજારમાં દિવસની શરૂઆતકોઈ ઉઠાલ પાથલ જોવા માંલઈ ણ હતી. પરંતુ બજાર બંધ થાય તે પહેલા જ તેજી પાછી ફરી હતી. શેરબજાર આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. શનિવાર, રવિવાર ઉપરાંત સોમવારે સ્વતંત્રતા દિવસના કારણે શેરબજારમાં રજા રહેશે.
આજે શેરબજારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા સિવાય અન્ય તમામ સેક્ટરના શેરોમાં તેજી જોવા માંલઈ હતી. ઓટો, એનર્જી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ જેવા સેક્ટર સિવાય બેન્કિંગમાં તેજી જોવા મળી હતી. મિડકેપ સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં એટલેકે તેજી સાથે બંધ થયા. જ્યારે 24 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર લીલા નિશાન બંધ થયા. જ્યારે 17 શેર ઘટાડા સાથે બંધ થયા છે.
ADVERTISEMENT
વધતા શેરો પર નજર કરીએ તો NTPC 3.26 ટકા, ટાટા સ્ટીલ 3.25 ટકા, સાથે બંધ થયા. જ્યારે પાવર ગ્રીડ 1.93 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.80 ટકા, રિલાયન્સ 1.64 ટકાની તેજી જોવા મળી હતી. એસબીઆઈ 1.16 ટકા, આઈટીસી 0.69 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.65 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરો પર નજર કરીએ તો ઈન્ફોસીસ 1.56 ટકા, મારુતિ સુઝુકી 1.33 ટકા,નો ઘટાડો જોવા મળ્યો છે. લાર્સન 1.25 ટકા, ટેક મહિન્દ્રા 0.95 ટકા, સન ફાર્મા 0.92 ટકા, HUL 0.71 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે નેસ્લે 0.70 ટકા, ટીસીએસ 0.66 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
ADVERTISEMENT