IPO ના લિસ્ટિંગ પહેલા જ OLAની વધી મુશ્કેલી, આ ભારતીય કંપનીએ ફટકારી નોટિસ; શું છે મામલો?

ADVERTISEMENT

OLA in trouble!
મુશ્કેલીમાં OLA!
social share
google news

OLAએ તાજેતરમાં તેનો ઈન-હાઉસ મેપ્સ Ola Maps લૉન્ચ કર્યો અને તેની સર્વિસમાં તેનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. હવે આ મેપને લઈને ભારે વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં  MapMyIndiaની પેરેન્ટ કંપની CE Info System એ Ola Electricને  નોટિસ ફટકારી છે અને તેના પર ડેટા ચોરીના ગંભીર આરોપ લગાવ્યા છે. 

CE Info System એ આરોપ લગાવ્યો છે કે ઓલાએ તેના ડેટાને કોપી કર્યો છે અને લાઈસન્સ નિયમોનું પણ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેણે MapMyIndiaનો ડેટા સેવ કર્યો છે. 

CE Info Systemએ મોકલી નોટિસ 

ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, CE Info Systemએ કાનૂની નોટિસ મોકલી છે અને દાવો કર્યો છે કે ઓલાએ 2021ના અગ્રીમેન્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના બિઝનેસને નુકસાન પહોંચાડ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એગ્રીમેન્ટ હેઠળ રિવર્સ એન્જિનિયરિંગ અને કોઈપણ છેડછાડ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

ADVERTISEMENT

OLA ફાઉન્ડરે આપ્યો આ જવાબ 

OLAના ફાઉન્ડર અને CEO ભાવિશ અગ્રવાલ જ્યારે IPOની પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા, તો તેમને આ નોટિસ વિશે સવાલ કર્યો. આ અંગે તેમણે કહ્યું કે આ સવાલનો જવાબ આપવા માટે આ યોગ્ય જગ્યા નથી. IPOની ચર્ચામાં આને સ્થાન ન આપવું જોઈએ.

Google Maps નહીં ઓલા મેપ્સનો થશે ઉપયોગ 

 
Ola Maps ડેવલોપમેન્ટની જાહેરાત બાદ સીઈઓ ભાવિશ અગ્રવાલ જાહેરાત કરૂ ચૂક્યા છે કે હવે તેમનું પ્લેટફોર્મ Google નકશામાંથી  OLA Maps પર શિફ્ટ થશે.  Google Mapsનો  ઉપયોગ કરવા માટે ઓલા લગભગ 100 કરોડ રૂપિયા ચૂકવતું હતું,   Ola Maps પછી આ રકમ બચશે.

ADVERTISEMENT

ભાવિશ અગ્રવાલે પોસ્ટ કરી 

OLA એ ખુદના મેપ્સનું એલાન કર્યું, તો તેના થોડા દિવસો બાદ Googleએ પણ તેના મેપ્સ એટલે કે Google Mapsના ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. આનો ઉલ્લેખ કરીને ભાવિશ અગ્રવાલે પોસ્ટ કરી હતી. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT