Hindenburg બાદ Gautam Adani પર વધુ બોમ્બ ફૂટ્યો, નવા આરોપોથી ગ્રુપના તમામ શેર ક્રેશ થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gautam Adani: ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. એક મીડિયા જૂથના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) દ્વારા આ અહેવાલ ગાર્ડિયન અને ફાઈનાન્સિયલ ટાઈમ્સ સાથે શેર કરવામાં આવ્યો હતો. જેમાં પહેલીવાર અદાણી ગ્રૂપના મોરેશિયસમાં કરેલા વ્યવહારોની વિગતો જાહેર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ ગ્રુપ કંપનીઓએ 2013થી 2018 દરમિયાન ગુપ્ત રીતે તેમના શેર ખરીદ્યા હતા.

વિદેશી કંપનીઓ દ્વારા પોતાના જ શેર ખરીદ્યા?

નોન-પ્રોફિટ મીડિયા ઓર્ગેનાઈઝેશન OCCRP દાવો કરે છે કે તેણે મોરેશિયસ અને અદાણી ગ્રૂપના આંતરિક ઈમેલ દ્વારા રૂટ થયેલા ટ્રાન્ઝેક્શન જોયા છે. તેમનું કહેવું છે કે તપાસમાં બહાર આવ્યું છે કે ઓછામાં ઓછા બે કેસ એવા છે કે જેમાં રોકાણકારોએ વિદેશી કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા.

નવા દાવાથી અદાણીના શેર ક્રેશ થયા

ગુરુવારે આવેલી OCCRP રિપોર્ટમાં બે રોકાણકારો નાસીર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ-લિંગનું નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો અદાણી પરિવારના લાંબા સમયથી બિઝનેસ પાર્ટનર છે અને તેણે પોતાની રિપોર્ટમાં આ બંનેની તપાસ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, OCCRPએ દાવો કર્યો છે કે ચાંગ અને અહલી દ્વારા રોકાણ કરાયેલા નાણાં અદાણી પરિવાર દ્વારા આપવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી, પરંતુ રિપોર્ટિંગ અને દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે અદાણી જૂથમાં તેમનું રોકાણ અદાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

OCCRPએ જણાવ્યું હતું કે, શું આ વ્યવસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે છે તે પ્રશ્ન તેના પર નિર્ભર કરે છે કે શું અહલી અને ચાંગ પ્રમોટરો વતી કામ કરી રહ્યા છે. અદાણી ગ્રુપમાં અદાણી ગ્રુપ એકમાત્ર પ્રમોટર છે. જો એમ હોય તો, અદાણી હોલ્ડિંગ્સમાં તેમનો હિસ્સો 75% થી વધી જશે. અહલી અને ચાંગે આ બાબતે OCCRP સમાચાર લેખ પર ટિપ્પણી કરી ન હતી. ગાર્ડિયન રિપોર્ટર સાથેની મુલાકાતમાં, OCCRP મુજબ ચાંગે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપના શેર ગુપ્ત રીતે ખરીદવામાં આવ્યા હોવાની તેમને કોઈ જાણકારી નથી.

અદાણી ગ્રુપે આરોપોનું કર્યું ખંડન

દરમિયાન અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને આ આરોપોને નકારી કાઢ્યા છે. જૂથે કહ્યું કે, આ સોરોસને સમર્થન આપતી સંસ્થાઓનું કાર્ય હોય તેવું લાગે છે. વિદેશી મીડિયાનો એક વર્ગ પણ હિંડનબર્ગ રિપોર્ટના જિન્નને પુનર્જીવિત કરવા માટે તેને પ્રેરિત કરી રહ્યો છે. આ દાવાઓ એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે. ત્યારબાદ ડીઆરઆઈએ ઓવર ઈન્વોઈસિંગ, વિદેશમાં ફંડ ટ્રાન્સફર, સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન અને FPI મારફત રોકાણના આરોપોની તપાસ કરી હતી. એક સ્વતંત્ર નિર્ણાયક સત્તા અને એપેલેટ ટ્રિબ્યુનલે પુષ્ટિ કરી કે કોઈ ઓવર-વેલ્યુએશન નહોતું અને વ્યવહારો કાયદા અનુસાર હતા. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. આથી આ આક્ષેપોની કોઈ સુસંગતતા કે આધાર નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT