હવે થોડા કલાકોમાં જ 'ક્લિયર' થશે ચેક, RBI કરશે મોટો બદલાવ; જાણો વિગત

ADVERTISEMENT

RBI MPC Major announcements
હવે ચેક ક્લિયરન્સ માટે વધુ રાહ નહીં જોવી પડે
social share
google news

RBI MPC Major announcements: ચેક ક્લિયરન્સ માટે હવે તમારે વધારે રાહ નહીં જોવી પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા  (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ચેક ક્લિયરન્સ પ્રક્રિયાને થોડી કલાકોમાં જ પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાયોનો પ્રસ્તાવ રાખ્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે MPCની દ્વિમાસિક પોલિસી બેઠકના પરિણામોની જાહેરાત કરતા આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ચેકને થોડા કલાકોમાં જ સ્કેન, પ્રેજન્ટ અને ક્લિયર કરવામાં આવ. આ કામ કામકાજના સમય દરમિયાન સતત ધોરણે કરવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં ક્લિયરન્સ સાયકલ T+1 દિવસ છે જે હવે ઘટીને થોડા કલાક થઈ જશે. આ અંગે વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

કલાકોમાં જ થઈ જશે ચેક ક્લિયર

ચેક ક્લિયર થવામાં હવે 2 દિવસનો સમય નહીં લાગે પરંતુ થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક રજૂ કર્યાના દિવસે જ તમારો ચેક ક્લિયર થઈ જશે અને તેમાં માત્ર થોડા કલાકોનો સમય લાગવાથી તમારું કામ પણ સરળ થઈ જશે. RBI ગવર્નર શક્તિકાંતે દાસે જણાવ્યું કે આનો ફાયદો ચેક આપનાર અને પૈસા મેળવનાર એટલે કે ચેક પેયર અને ચેક બૉરોઅર બંનેને મળશે અને આખી પ્રોસેસ ફાસ્ટ થવાથી બેંકિંગ પર પણ પોઝિટિવ અસર થશે. 

રેપો રેટમાં નથી કરાયો કોઈ ફેરફાર 

સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ સવારે 10 વાગ્યે બજેટ(Budget 2024) પછી પૂર્ણ થયેલી પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે આ વખતે પણ નીતિ દરો (Repo Rate)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની EMIમાં વધારો કે ઘટાડો થશે નહીં. સતત આઠમી વખત રિઝર્વ બેંકે પોલિસી રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 

ADVERTISEMENT

શક્તિકાંત દાસે કહ્યું કે, છમાંથી ચાર સભ્યો રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. રેપો રેટ અંગે જાહેરાત કરવાની સાથે તેમણે ગ્લોબલ સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. MPC મીટિંગમાં SDF 6.25%, MSF 6.75% અને રિવર્સ રેપો રેટ 3.35% પર જાળવવામાં આવ્યો છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયો 4.50% અને SLR 18% પર યથાવત છે. RBIના ગવર્નરે કહ્યું કે અત્યારે ગ્લોબલ પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે. કેટલાક દેશોની સેન્ટ્રલ બેંકો વ્યાજદરોમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે. જ્યારે કેટલાક દેશો વધારાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ચાંપતી નજર રાખી રહી છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT