પૈસા જ પૈસા! ખાલી આટલા સમયમાં જ 1 લાખના થઈ ગયા 40 લાખ; રોકાણકારોને મોજે મોજ
Multibagger Stock: શેરબજાર (Stock Market) ને ભલે જોખમી બિઝનેસ કહેવામાં આવે છે, પરંતુ તેમાં એવા ઘણા શેર છે જે રોકાણકારો માટે કિસ્મત ચમકાવનારા સાબિત થયા છે. આમાંથી ઘણા શેરે રોકાણકારોને લાંબા સમયે માલામાલ બનાવી દીધા છે, તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં જોરદાર રિટર્ન આપ્યું છે.
ADVERTISEMENT
Multibagger Stock: શેરબજાર (Stock Market) ને ભલે જોખમી બિઝનેસ કહેવામાં આવે છે, પરંતુ તેમાં એવા ઘણા શેર છે જે રોકાણકારો માટે કિસ્મત ચમકાવનારા સાબિત થયા છે. આમાંથી ઘણા શેરે રોકાણકારોને લાંબા સમયે માલામાલ બનાવી દીધા છે, તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં જોરદાર રિટર્ન આપ્યું છે. આવો જ એક આઈટી શેર છે વન પોઈન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડ (One Point One Solutions Share), જેણે ચાર વર્ષમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારાઓની રકમને 40 લાખ રૂપિયામાં રૂપાંતરિત કરી દીધી છે.
શેરના ભાવમાં ધરખમ વધારો
શેરબજાર (Share Market)માં ટ્રેડિંગ કરતી આવી કંપનીઓની યાદી લાંબી થતી જઈ રહી છે, જે રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) સાબિત થઈ છે અને ટૂંકા સમયમાં તેમના પર પૈસાનો વરસાદ કરી દીધો છે. સ્મોલકેપ કંપની વન પોઈન્ટ વન સોલ્યુશન્સ લિમિટેડના શેરની વાત કરીએ તો આ શેરે છેલ્લા ચાર વર્ષમાં તેના રોકાણકારોને 3600 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેરનો ભાવ રૂ. 1.58થી વધીને હવે રૂ. 58.65 પર પહોંચી ચૂક્યો છે.
4 વર્ષમાં રોકાણકારોને બનાવ્યા માલામાલ
IT સેવાઓ પૂરી પાડતી આ સ્મોલ કેપ કંપનીનો શેર 29 નવેમ્બર, 2019ના રોજ માત્ર રૂ. 1.58ની કિંમતનો હતો, જે છેલ્લા ટ્રેડિંગ દિવસે શનિવારે મજબૂત વધારા સાથે રૂ. 58.65 પર બંધ થયો હતો. શનિવારે યોજાયેલા સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં આ શેરે રૂ. 56.80 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું અને રૂ. 58 પર અપર સર્કિટ ક્રોસ કરી હતી. છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં જ આ શેરની કિંમતમાં 19.69 ટકાની તેજી આવી ચૂકી છે.
ADVERTISEMENT
3612% નું જોરદાર રિટર્ન
જો છેલ્લા ચાર વર્ષના પરફોર્મન્સ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન સ્મોલકેપ મલ્ટીબેગર શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને 3612 ટકાનું વળતર મળ્યું છે અને એક શેરના ભાવમાં રૂ. 57.07નો વધારો નોંધાયો છે. જો આપણે તે મુજબ જોઈએ તો જો કોઈ રોકાણકારે તે સમયે આ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેને અત્યાર સુધી હોલ્ડ પર રાખ્યું હોત, તો તેની રોકાણ કરેલી રકમ અત્યાર સુધીમાં વધીને 37 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ હોત.
એક વર્ષમાં જ ડબલથી વધારે થયા પૈસા
એક તરફ 1250 કરોડ રૂપિયાની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી આ કંપનીના શેરે છેલ્લા એક મહિનામાં તેમાં રોકાણ કરનારાઓને લગભગ 10 ટકા રિટર્ન આપ્યું છે. 10 ટકા, તો છ મહિનામાં 23 ટકા રિટર્ન આપ્યું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેરે રોકાણકારોની રકમ ડબલ કરતા પણ વધું બનાવી દીધી છે. આ શેરે એક વર્ષમાં 163.60 ટકા વળતર આપ્યું છે. નોંધનીય છે કે આ કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામો શાનદાર રહ્યા હતા અને આ સમયગાળા દરમિયાન તેના ચોખ્ખા નફામાં 105 ટકાનો વધારો નોંધાયો હતો.
ADVERTISEMENT
(નોંધ- શેર બજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.)
ADVERTISEMENT
ADVERTISEMENT