આ સ્ટોકે 1 વર્ષમાં એક લાખના રોકાણને 17 લાખ બનાવી દીધા, સતત અપર સર્કિગ લાગી રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

મર્ક્યુરી મેટલ્સ (Mercury Metals) તે મલ્ટિબેગર પૈની સ્ટોક્સમાંથી એક છે, જેણે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. પૈની સ્ટોક્સ પર સટ્ટો રમવો સામાન્ય રીતે જોખમી માનવામાં આવે છે. પરંતુ આવા શેરો તેમના રોકાણકારોને મોટો નફો આપે છે. મર્ક્યુરી મેટલ્સના શેરે છેલ્લા એક વર્ષમાં લગભગ 1600 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોક 0.93 પૈસાના સ્તરથી શેર દીઠ રૂ. 15.62ના ભાવે પહોંચી ગયો છે. આ પેની સ્ટોક દલાલ સ્ટ્રીટના મલ્ટીબેગર સ્ટોક્સની યાદીમાં જોડાઈ ગયો છે.

સતત અપર સર્કિટને હિટ કરી રહ્યો છે
આ મલ્ટિબેગર પૈની સ્ટોક છેલ્લા ત્રણ સત્રોથી અપર સર્કિટને અડી રહ્યો છે. BSE પર લિસ્ટેડ આ સ્ટોક છેલ્લા 5 સેશનમાં 112.50 ટકા વધ્યો છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં, આ મલ્ટિબેગર સ્ટોકે તેના શેરધારકોને 5 ટકા વળતર આપ્યું છે. YTD સમયમાં આ મલ્ટીબેગર પૈની સ્ટોક રૂ. 12.51 થી વધીને રૂ. 15.62 પ્રતિ શેર થયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 25 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં, શેર બીએસઈ પર શેર દીઠ રૂ. 5.65 વધીને રૂ. 12.62 પર પહોંચ્યો છે.

0.34 પૈસાથી 15 રૂપિયાને પાર
પાછલા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક 0.93 પૈસાથી વધીને રૂ. 15ન.62 પર પહોંચ્યો છે. જેના કારણે રોકાણકારોને 1600 ટકા વળતર મળ્યું છે. એ જ રીતે, આ પૈની સ્ટોક છેલ્લા ચાર વર્ષમાં શેર દીઠ રૂ. 0.34 થી રૂ. 15.62 સુધીનો પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન શેરમાં 4500 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં શેરમાં 12.46 ટકાનો વધારો થયો છે. જ્યારે એક મહિનામાં 4.69 ટકાનો વધારો થયો છે.

ADVERTISEMENT

એક લાખનું રોકાણ 17 લાખ બન્યા
મર્ક્યુરી મેટલ્સના શેરની કિંમત પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં એક લાખનું રોકાણ કર્યું હોય, તો તેના એક લાખ આજે 1.05 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે 2023ની શરૂઆતમાં આ મલ્ટિબેગર સ્ટોકમાં એક લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના એક લાખ 1.25 લાખ થઈ ગયા હોત. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે છ મહિના પહેલાં આ BSE લિસ્ટેડ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તે રૂ. 2.75 લાખ બની ગયા હોત.

જો કોઈ રોકાણકારે આ મલ્ટિબેગર સ્ટોકમાં એક વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેણે આજે રૂ. 17 લાખ બની ગયા હોત. એ જ રીતે, જો કોઈ રોકાણકારે ચાર વર્ષ પહેલાં આ પૈની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે રૂ.46 લાખ બની ગયા હોત.

ADVERTISEMENT

(નોંધઃ શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં નાણાકીય સલાહકારની મદદ લો)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT