Multibagger Stock : 3 વર્ષમાં 10,000 રૂપિયાના બની ગયા 2 કરોડ, શેરે આપ્યું 193954%નું 'મહા રિટર્ન'

ADVERTISEMENT

10 હજારના બન્યા 2 કરોડ
Multibagger Stock
social share
google news

Multibagger Stock: શેર બજાર (Share Market) ને ભલે જોખમી માનવામાં આવતું હોય, છતાં તેમાં પૈસા રોકનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. તેનું કારણ છે કે કોઈને કોઈ શેર એવો નિકળી જાય છે, જે તેના રોકાણકારોની કિસ્મત બદલી નાખે છે. તેના ઘણા ઉદાહરણો પણ હાજર છે, જેમાંથી કેટલાકે લોન્ગ ટર્મમાં તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. આવો જ એક મલ્ટીબેગર શેર છે જે માત્ર 3 વર્ષમાં 74 પૈસાથી 1416.60 રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમાં રોકાણ કરનારા રોકાણકારો પણ પણ કરોડપતિ બની ગયા છે. 

આ શેર ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Diamond Power Infrastructure Limited)નો છે. કંપની ઈન્ટ્રીગ્રેટેડ પાવર ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર છે. આ વીજળીના કેબલ્સ, કંડક્ટર અને ટાવરનું નિર્માણ કરે છે. કંપનીની માર્કેટ કેપ 7400 કરોડ રૂપિયા છે. BSEના ડેટા અનુસાર, શેરે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 801 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં જ શેર 380 ટકા ઉપર ચઢ્યો છે. 

4 વર્ષોમાં 193954 ટકાનું રિટર્ન

ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરની કિંમત છેલ્લા 4 વર્ષમાં 193954 ટકા વધી છે. 17 ઓગસ્ટ, 2021ના ​​રોજ શેરની કિંમત BSE પર 74 પૈસા હતી. પરંતુ 16 ઓગસ્ટ, 2024ના રોજ કિંમત 1416.60 રૂપિયા પર બંધ થઈ. જો કોઈ વ્યક્તિએ 4 વર્ષ પહેલા 74 પૈસાના ભાવે શેરમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત અને હજુ સુધી શેર વેચ્યા ન હોત તો તેમનું રોકાણ 1.94 કરોડ રૂપિયા થયું હોત. જ્યારે કોઈ વ્યક્તિએ શેરમાં 20,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે રકમ 3.88 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂકી હોત.

ADVERTISEMENT

જુલાઈમાં અદાણી તરફથી મળ્યો ઓર્ડર

આ વર્ષે જુલાઈ મહિનામાં ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ તરફથી કંડક્ટરની સપ્લાય માટે લગભગ 899.75 કરોડ રૂપિયાનો એક ઓર્ડર મળ્યો હતો. આ ન્યૂ જનરેશન એલ્યુમિનિયમ એલોય કંડક્ટરનું સપ્લાય માટે હતું. આ ઓર્ડરને એપ્રિલ 2025 સુધી પૂરો કરવાનો છે. 

(નોંધ- શેરબજાર કે IPO માર્કેટમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT