મુકેશ અંબાણી આલિયા ભટ્ટની આ કંપની ખરીદવાની તૈયારીમાં, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છૂટક શાખા અને તેની રિલાયન્સ બ્રાન્ડ્સ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની ચાઇલ્ડ વેર બ્રાન્ડ એડ-એ-મમ્મા ખરીદવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે આ ડીલ લગભગ 300 કરોડથી 350 કરોડમાં થઈ શકે છે. રિલાયન્સ રિટેલ ઝડપથી દેશમાં પોતાનો બિઝનેસ ફેલાવી રહી છે. આ ક્રમમાં તે વધુ એક મોટો સોદો કરવાની નજીક છે. જો રિલાયન્સ એડ-એ-મમ્મા હસ્તગત કરે છે, બાળકોને લાગતી વસ્તુ માટેના બિઝનેસ પોર્ટફોલિયો મજબૂત થશે.

ઇકોનોમિક ટાઇમ્સે આ બાબતથી વાકેફ ઉદ્યોગ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે રિલાયન્સ અને એડ-એ-મમ્મા વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી 7-10 દિવસમાં સમજૂતી થવાની સંભાવના છે. એડ-એ-મમ્મા 2020 માં શરૂ કરવામાં આવી હતી. વિશ્વ કક્ષાની ઘરગથ્થુ બ્રાન્ડની અછતને જોતા, પોસાય તેવા દરે બાળકો માટે ટકાઉ કપડાંના વિકલ્પ તરીકે આલિયા ભટ્ટ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી.

આ બ્રાન્ડ તેના પોતાના વેબસ્ટોર સિવાય FirstCry, AJIO, Myntra, Amazon અને Tata CLIQ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે વેચાણ કરી રહી છે. આ બ્રાન્ડ લાઇફસ્ટાઇલ અને શોપર્સ સ્ટોપ જેવા રિટેલ આઉટલેટ્સ દ્વારા પણ વેચાય છે. આ બ્રાન્ડ 4 થી 12 વર્ષની ઉમરના બાળકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, તેણે બાળકો માટે કપડાંની સિરીઝ પણ લૉન્ચ કરી હતી. જેમાં છોકરીઓ માટે ડ્રેસ, સ્લીપસુટ અને બોડીસુટ્સનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

આગામી 2-3 વર્ષ માટે અદ-એ-મમ્માના આયોજન અંગે, આલિયા ભટ્ટે ગયા વર્ષે ઓક્ટોબરમાં પીટીઆઈને કહ્યું હતું કે હું બાળકોની શ્રેણીમાં વધુ વિસ્તરણ કરવા માંગુ છું. હું કૌટુંબિક સંભાળના ક્ષેત્રમાં અને તેની આસપાસ વધુ શ્રેણી ઉમેરવા માંગુ છું.હાલમાં, રિલાયન્સ બ્રાન્ડ્સે લક્ઝરી, બ્રિજ-ટુ-લક્ઝરી, હાઈ પ્રીમિયમ અને હાઈ સ્ટ્રીટ લાઈફસ્ટાઈલ સેગમેન્ટ જેવા કે અરમાની એક્સચેન્જ, બરબેરી, બલી, બોટ્ટેગા વેનેટા, કેનાલી, ડીઝલ, ડ્યુન, હેમલીઝ, એમ્પોરિયો અરમાની જેવા અનેક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી છે.

મુકેશ અંબાણી પોતાના બિઝનેસનું સતત વિસ્તરણ કરી રહ્યા છે
મુકેશ અંબાણીએ તાજેતરમાં રિટેલ સેક્ટરમાં બિઝનેસ વધારવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. આ દિશામાં તેમની કંપની રિલાયન્સ સતત નવી કંપનીઓ ખરીદી રહી છે અને તેમને પોતાના ગ્રુપમાં સામેલ કરી રહી છે. થોડા મહિના પહેલા રિલાયન્સે લોટસ ચોકલેટ કંપનીને ખરીદીને તેના રિટેલ સેગમેન્ટને વધુ વિસ્તૃત કર્યું હતું. હવે તે બાળકોના વસ્ત્રોની શ્રેણીમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે એડ-એ-મમ્મા ખરીદવાની યોજના પર કામ કરી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT