Mukesh Ambaniએ લગાવી મોટી છલાંગ… 100 અરબ ડોલર ક્લબમાં એન્ટ્રી, જાણો નેટવર્થ

ADVERTISEMENT

gujarattak
social share
google news
Mukesh Ambani Networth: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ વિશ્વના અબજોપતિઓની યાદીમાં નવું મુકામ હાંસલ કરી લીધું છે. એક મોટી છલાંગ લગાવતા મુકેશ અંબાણીએ 100 અરબ ડૉલર ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. મુકેશ અંબાણીની નેટવર્થ  (Mukesh Ambani Networth)માં વધારો થવા પાછળનું કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય કંપનીઓના શેરમાં થયેલો વધારો છે. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર નવા લેવલ પર પહોંચ્યા હતા.

નેટવર્થ વધીને 102 બિલિયન ડોલર થઈ

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણી (Mukesh Ambani Income)એ છેલ્લા ટ્રેડિંગ સત્રમાં 2.76 બિલિયન ડોલરની કમાણી કરી, જેનાથી તેમની નેટવર્થ વધીને 102 બિલિયન ડોલર થઈ ગઈ. તેઓ હાલમાં વિશ્વના અબજોપતિઓની યાદીમાં 12મા સ્થાને છે. નોંધનીય છે કે વિશ્વમાં 100 બિલિયન ડોલર નેટવર્થ ધરાવતા માત્ર 12 અબજોપતિઓ છે.

ઝડપથી વધી અરબપતિ મુકેશ અંબાણીની સંપત્તિ

છેલ્લા બે ટ્રેડિંગ સેશન દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 5.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર લગભગ 3 ટકા વધીને 2,724.95 રૂપિયા પર પહોંચી ગયા હતા. જોકે, પાછળથી તે 2.58 ટકાના વધારા સાથે રૂ. 2,718.40 પર બંધ થયા.

Jio ફાયનાન્સિયલ સર્વિસિસના શેરમાં પણ તેજી

છેલ્લા એક મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 12 ટકાનો વધારો થયો છે. શુક્રવારે શરૂઆતના ટ્રેડિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર 0.98% ઘટીને રૂ. 2,693 પર ટ્રેડ થઈ રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 18.40 લાખ કરોડ રૂપિયા છે. RILથી અલગ થયેલી અંબાણીની Jio Financial Services (JFSL) કંપનીના શેરમાં પણ વધારો થયો છે, જેના કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.

નંબર વન પર છે આ અબજોપતિ

બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક (Elon Musk) 212 બિલિયન ડોલર નેટવર્થની સાથે નંબર વન પર છે. જોકે, 2024ની શરૂઆતમાં તેમની સંપત્તિમાં 17 અરબ ડોલરનો ઘટાડો થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT