મુકેશ અંબાણીએ એક દિવસમાં 19000 કરોડની કરી કમાણી, ટોપ 10માં આવવાની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વર્ષ 2023ની શરૂઆતથી જ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાંથી બહાર છે. પરંતુ હવે ફરી એકવાર તેઓ તેમાં સામેલ થઈ શકે છે. તેની નેટવર્થમાં થયેલા વધારાને કારણે આ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિમાં 2 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે અને આ સાથે અંબાણીની કુલ સંપત્તિ 90 અબજ ડોલરને પાર કરી ગઈ છે.

અંબાણીની નેટવર્થ  વધી  
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.35 અબજ ડોલર એટલે કે 19,000 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. નેટવર્થમાં આ ઉછાળા પછી હવે તેમની સંપત્તિ વધીને 90.6 બિલિયન ડોલર થઈ ગઈ છે. ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર એન્ટ્રી લેવા માટેનું અંતર હવે ઘણું ઓછું છે.

આ 3 અબજોપતિઓ સાથે ટક્કર 
જો ટોપ-10 અબજોપતિઓની યાદી પર નજર કરવામાં આવે તો મુકેશ અંબાણી હાલમાં આટલી નેટવર્થ સાથે 13મા સ્થાને છે.અને તેમની ઉપર માત્ર ત્રણ અબજોપતિ છે. જેમની વચ્ચે પ્રોપર્ટીનું અંતર ઘણું ઓછું રહ્યું છે. તેમાં ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ ( 92.6 બિલિયન ડોલર), કાર્લોસ સ્લિમ (97.2 બિલિયન ડોલર) અને સેર્ગેઈ બ્રિન (97 બિલિયનડોલર) છે. સર્ગેઈ બ્રિન હાલમાં આ યાદીમાં 10માં નંબર પર છે.

ADVERTISEMENT

ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો
વિશ્વના સૌથી મોટા અબજોપતિઓમાં સામેલ બીજા ભારતીય અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની નેટવર્થ 4.89 મિલિયન ડોલરવધીને 60.3 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે હાલમાં 21મા નંબર પર છે. ગૌતમ અદાણી આ વર્ષે સંપત્તિ ગુમાવવામાં સૌથી આગળ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં 60.2 બિલિયન ડોલરનો જંગી ઘટાડો થયો છે.

મસ્ક-ઝકરબર્ગની ઝડપી કમાણી
વર્ષ 2023 ની શરૂઆતથી, ટેસ્લાના CEO અને વિશ્વના નંબર-1 અમીર એલોન મસ્ક કમાણીમાં સૌથી આગળ છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની કુલ સંપત્તિમાં 110 બિલિયન ડોલરનો વધારો થયો છે. મસ્કની સંપત્તિમાં જેટલો વધારો થયો છે, ટોપ-10માં સામેલ ત્રણ અબજોપતિઓની કુલ સંપત્તિ એટલી જ છે. કમાણીની વાત કરીએ તો એલોન મસ્ક પછી ફેસબુકના માર્ક ઝકરબર્ગનું નામ આવે છે. તેણે આ વર્ષે અત્યાર સુધીમાં 58.6 બિલિયન ડોલરની કમાણી કરી છે. અને લાંબા સમય બાદ ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં પ્રવેશ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT