ગૂગલ પર 963 કરોડનો દંડ ફટકારાયો, કંપનીએ કહ્યું- આ લો કોસ્ટ મોડલે ડિજિટવ ટ્રાન્સફોર્મેશન વેગવંતુ કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા લગાવવામાં આવેલા બીજા દંડ બાદ ગૂગલનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગૂગલે કહ્યું કે ભારતીય ડેવલપર્સને ટેક્નોલોજી, સુરક્ષા, ગ્રાહક સુરક્ષા અને એન્ડ્રોઇડ અને ગૂગલ પ્લે દ્વારા પ્રદાન કરવામાં આવતી વધુ સુગમતાથી ફાયદો થયો છે.

ખર્ચ ઓછો રાખીને, અમારા મૉડેલે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપ્યો છે અને લાખો ભારતીયો સુધી તેની પહોંચનો વિસ્તાર કર્યો છે. ગૂગલે કહ્યું, “અમે અમારા વપરાશકર્તાઓ અને વિકાસકર્તાઓ માટે પ્રતિબદ્ધ છીએ અને આગામી પગલાં અંગે CCIના નિર્ણયની સમીક્ષા કરી રહ્યા છીએ.”

CCIએ દુરૂપયોગ રોકવા જણાવ્યું
સીસીઆઈએ ગૂગલને આ પ્રભાવશાળી પદનો દુરુપયોગ રોકવા માટે પણ કહ્યું હતું. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ મંગળવારે તેની પ્લે સ્ટોર નીતિઓ દ્વારા તેના પ્રભાવશાળી સ્થાનનો દુરુપયોગ કરવા બદલ Google પર 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ADVERTISEMENT

કુલ દંડ ગયા અઠવાડિયે વધીને રૂ. 2,274 કરોડ થયો
CCIએ શુક્રવારે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમમાં તેના પ્રભાવશાળી સ્થાનનો દુરુપયોગ કરવા બદલ Google પર રૂ. 1,337 કરોડનો દંડ લાદ્યો. આ સાથે ગૂગલ પરનો કુલ દંડ વધીને 2,274 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ અંગે ગૂગલે કહ્યું હતું કે, આ નિર્ણય ભારતીય ગ્રાહકો અને બિઝનેસ માટે મોટો આંચકો છે.

CCIએ ગુગલનો બિઝનેસ કરવાની 2 રીતોને ખોટી ગણાવી-
1. દરેક એપ્લિકેશન માટે Google Pay ને ડિફોલ્ટ ચુકવણી સિસ્ટમ બનાવવાનું દબાણ . આ દરેક એપ્લિકેશનમાં ખરીદી Google Pay દ્વારા થવી જોઈએ. એપ પબ્લિશર્સે આનો વિરોધ કર્યો હતો.

ADVERTISEMENT

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે CCIએ પણ સ્વીકાર્યું કે આ દબાણ ખોટું છે. આને કારણે, એપ પબ્લિશર્સ વધુ સારી ડીલ્સ મેળવવા છતાં અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડાણ કરી શકતા નથી. ઉપરાંત, તેને અન્ય પેમેન્ટ પ્લેટફોર્મને અન્યાયી રીતે દબાવવા અને બજારમાં એકાધિકાર બનાવવાના સાધન તરીકે જોવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT