30 હજારથી વધુ ફોન નંબર થશે બંધ, સરકારે આવો નિર્ણય કેમ લીધો?

ADVERTISEMENT

Cyber Frauds
30 હજારથી વધુ ફોન નંબર થશે બંધ
social share
google news

Cyber Frauds:  સાયબર ઠગો લોકોને છેતરવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. તમે ઘણા પ્રકારના સ્કેમ વિશે સાંભળ્યું જ હશે, જેનો શિકાર ડિજિટલ વર્લ્ડના લોકો સતત બની રહ્યા છે. પાર્સલથી લઈને વીજળીના બિલના નામે ઠગો લોકોને ચૂનો લગાવી રહ્યા છે. આવો જ એક સ્કેમ  Electricity Bill KYC Scam છે, જેમાં ઘણા લોકો ફસાઈ ચૂક્યા છે. 

392 મોબાઈલ ફોન્સને બ્લોક કરવાનો આદેશ 

આ પ્રકારના વધતા જતા ફ્રોડને રોકવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT)એ 392 મોબાઈલ ફોન્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ હેન્ડસેટનો ઉપયોગ  Electricity KYC Update Scam માં થયો છે.

કેવી રીતે કામ કરે છે આ સ્કેમ?

આ પ્રકારના સ્કેમમાં ઠગો સામાન્ય લોકોનો SMS અથવા WhatsApp મેસેજ દ્વારા સંપર્ક કરે છે. આ પ્રકારના મેસેજમાં યુઝર્સને KYC અપડેટ કરવા માટે કહેવામાં આવે છે, જેથી તેમનું કનેક્શન કાપવામાં ન આવે. આ મેસેજમાં લિંક્સ હોય છે અથવા ઠગો યુઝરની વિગતો માંગવામાં આવે છે. આ વિગતોનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રકારના સ્કેમમાં ઠગો એવો માહોલ બનાવે છે, જેનાથી યુઝર્સને લાગે છે કે જો તેમણે તાત્કાલિક  KYC અપડેટ ન કર્યું, તો તેમનું કનેક્શન કાપી નાખવામાં આવશે. અસુવિધાથી બચવાના ચક્કરમાં યુઝર ઠગોની જાળમાં ફસાઈ જાય છે. 

ADVERTISEMENT

ચક્ષુ પોર્ટલ પર ફરિયાદો મળી

DoTએ ચક્ષુ પોર્ટલ પર ફરિયાદો મળ્યા બાદ આ કાર્યવાહી કરી છે. લોકો છેતરપિંડીની ફરિયાદ કરી શકે તે માટે સરકારે ચક્ષુ પોર્ટલ શરૂ કર્યું છે. ચક્ષુ પોર્ટલ પર ફરિયાદો મળ્યા પછી DoT એ AI બેસ્ડ એનાલિસિસના આધારે ફ્રોડ એક્ટિવિટીવાળા એક નેટવર્કને શોધી કાઢ્યું. આ એનાલિસિસમાં 392 મોબાઈલ હેન્ડસેટ અને 31,740થી વધારે મોબાઈલ નંબરો સ્કેમમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું. આ પછી DoTએ ટેલિકોમ કંપનીઓને આ નંબરો અને હેન્ડસેટ બ્લોક કરવાનો આદેશ આપ્યો.

આ પ્રકારના સ્કેમથી કેવી રીતે બચી શકાય?

- કોઈ પણ અજાણ્યા મેસેજમાંથી આવતા ડોક્યુમેન્ટ્સને ડાઉનલોડ ન કરો, લિંક પર ક્લિક ન કરો.
- તમારી પર્સનલ ડિટેલ્સ જેમ કે બેંકિંગ ક્રેડેન્શિયલ, OTP, એકાઉન્ટ નંબરને અજાણ્યા શખ્સો સાથે શેર ન કરો. 
- જો તમને ઇલેક્ટ્રિસિટી કેવાયસીના નામે કોઈ મેસેજ કે કોલ આવે છે, તો તમારા સર્વિસ પ્રોવાઇડરનો સીધો સંપર્ક કરો. આ માટે તમે તેમની ઓફિશિયલ વેબસાઈટ પરથી નંબર લઈ શકો છો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT