કેન્દ્રિય કર્મચારીઓની બલ્લે-બલ્લે, સરકારે દિવાળી પહેલા આ મોટી ગિફ્ટ આપી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Government Employee DA: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે એડહોક બોનસને મંજૂરી આપી દીધી છે. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી આ મોટી ભેટ છે. નાણા મંત્રાલયે મંગળવારે 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા 7,000 રૂપિયા નક્કી કરી છે.

આ કર્મચારીઓને બોનસ મળશે

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં તમને 30 દિવસના પગારની બરાબર પૈસા મળશે.

ઓફિસ ઓર્ડરમાં માહિતી શેર કરવામાં આવી છે

આ સંદર્ભમાં, નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ દ્વારા શેર કરાયેલ એક ઓફિસ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે એકાઉન્ટિંગ વર્ષ 2022-23 માટે, 30 દિવસની સેલેરી બરાબર એડહોક બોનસ ગ્રુપ સીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવ્યું છે અને ગ્રુપ-બીમાં નોન ગેજેટેડ કર્મચારીઓ જે કોઈ ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી, તેમને પણ લાભ મળશે.

ADVERTISEMENT

બોનસ સાથે આ ગિફ્ટ મળી શકે

એક તરફ દિવાળી પહેલા PM મોદીની આગેવાની હેઠળની સરકારે કેન્દ્રીય કર્મચારીઓની દિવાળીને વધુ ઉજ્જવળ બનાવવાની તૈયારીઓ કરી લીધી છે. તો બીજી તરફ સરકાર દ્વારા આજે બુધવારે વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. હા, સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA વધારો)ને લઈને મોટી જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 4 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

DAમાં 4 ટકાનો વધારો અપેક્ષિત છે

કેન્દ્રીય કેબિનેટ અને CCEAની બેઠક આજે યોજાવા જઈ રહી છે અને તેમાં DA વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો મોદી સરકાર, અપેક્ષા મુજબ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરે છે, તો તેમને અત્યાર સુધી મળતો ડીએ 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે અને તેમના પગારમાં બમ્પર વધારો થશે. જો કે, હજુ સુધી સરકાર દ્વારા DA વધારા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT