METAને 2.5 કરોડ ડોલરનો દંડ ફટકારાયો, અમેરિકામાં ચૂંટણી જાહેરાતોમાં ગેરરીતિ હેઠળ કોર્ટે સજા ફટકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ વોશિંગ્ટન રાજ્યની એક કોર્ટે બુધવારે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને યુએસમાં ચૂંટણી જાહેરાતો સંબંધિત ગેરરીતિઓ માટે આશરે US$25 મિલિયન ડોલર અથવા રૂ. 2 બિલિયનથી વધુનો દંડ ફટકાર્યો હતો. મીડિયા રિપોર્ટ્સના આધારે અમેરિકન ઈતિહાસમાં રાજકીય ઝુંબેશ સાથે જોડાયેલી આ સૌથી મોટી આર્થિક સજા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટના ન્યાયાધીશ ડગ્લાસ નોર્થે મેટાને રાજકીય જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં જાહેર ન કરવા બદલ વોશિંગ્ટનના ફેર ઝુંબેશ પ્રેક્ટિસ એક્ટ હેઠળ દંડ ફટકારી દીધો હતો. આ સમગ્ર મામલે મેટાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. વોશિંગ્ટનના પારદર્શિતા કાયદા હેઠળ, મેટાએ રાજકીય જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં જાહેર કરવા જરૂરી છે.

કંપનીએ આવા કોઈપણ યૂઝરની માંગણી પર જાહેરાતકર્તાઓના નામ અને સરનામાં આપવા જરૂરી હોય છે. પરંતુ મેટાએ કોર્ટમાં આ અંગે વારંવાર વાંધો ઉઠાવ્યો હતો. Facebook રાજકીય જાહેરાતોના આર્કાઇવ્સ જાળવી રાખે છે, જેનું તે પ્રસારણ પણ કરે છે, પરંતુ આ કાયદા હેઠળ જાહેર કરવા માટે જરૂરી માહિતીનું પાલન કરતું નથી.

ADVERTISEMENT

ભારતમાં ચુસ્ત ઈન્ટરનેટ સુરક્ષા નીતિ:
મેટા ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને ગુરુવારે ઈન્ટરનેટ અને તેની સુરક્ષા અંગે ભારતની નીતિની પ્રશંસા કરી હતી. મોહને કહ્યું હતું કે અમે સરકારના નિયમનનું સ્વાગત કરીએ છીએ. ભારતમાં સરકાર ઇન્ટરનેટ સુરક્ષા માટે કંપનીઓને જવાબદાર ઠેરવવા માટે અવાજ ઉઠાવી રહી છે અને અમે આ એજન્ડા સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છીએ.

મેટા ઈન્ડિયાના વડાએ વધુમાં કહ્યું કે, જે રીતે ભારત સરકારે દેશમાં ઈન્ટરનેટ સેવાઓ અને વ્યવહારિક રીતે ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપ્યું છે. આ એક નોંધપાત્ર કાર્ય છે. મેટાવર્સથી નવા સાયબર ક્રાઈમનો જન્મ થશે, ઈન્ટરપોલે કહ્યું- વર્ચ્યુઅલ વર્લ્ડ હાલના ગુનાની તીવ્રતામાં અનેકગણો વધારો કરશે.

ADVERTISEMENT

મેટાવર્સ સાયબર ક્રાઈમની પ્રવૃત્તિઓ વધારશે?
ઈન્ટરનેશનલ પોલીસ એજન્સી ઈન્ટરપોલે જણાવ્યું કે, મેટાવર્સ સાયબર ક્રાઈમની દુનિયામાં નવા પ્રકારના ગુનાને જન્મ આપશે. આનાથી વર્તમાન ગુનાની તીવ્રતા વધશે તેવી ધારણા સાથે એજન્સીએ સંભવિત જોખમોને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઇન્ટરપોલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મદન ઓબેરોયે આ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. “ઇન્ટરપોલના સભ્ય દેશોએ મેટાવર્સ ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. “હાલના કેટલાક ગુનાઓ આ માધ્યમ દ્વારા મોટા પાયે નોંધાઈ શકે છે,”

    follow whatsapp

    ADVERTISEMENT