Maserati Grecale: 3.8 સેકન્ડમાં 100 kmphની સ્પીડ, લોન્ચ થઈ 8 ગિયર વાળી જબરદસ્ત SUV

ADVERTISEMENT

Maserati Grecale SUV Launched in India
માસેરાતી ગ્રેકલ
social share
google news

Maserati Grecale SUV Launched in India: તાજેતરમાં ભારતીય બજારમાં પોતાની સફર શરૂ કરનારી ઇટાલિયન લક્ઝરી કાર કંપની Maseratiએ સત્તાવાર રીતે તેની નવી SUV Grecaleને અહીંના બજારમાં વેચાણ માટે લૉન્ચ કરી છે. ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં આવતી આ SUVની પ્રારંભિક કિંમત રૂ. 1.31 કરોડ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. માર્કેટમાં તેનો મુકાબલો પોર્શેની ફેમસ કાર Macan સાથે છે, જેની કિંમત 96.05 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આકર્ષક દેખાવ અને પાવરફુલ એન્જિનથી સજ્જ આ કારમાં અનેક શાનદાર ફીચર્સ છે. તો ચાલો જોઈએ કે કેવી છે આ નવી SUV વિશે...

Maserati Grecale SUV launched in India

એક્સટીરિયરની વાત કરીએ તો ગ્રેકેલમાં કંપનીની ખાસ સિગ્નેચર સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગ્રીલ આપવામાં આવી છે. જેમાં ક્રોમ ક્રોમ-ફિનિશ અને મોટી સાઇઝનું બમ્પર તેને વધુ સારો લુક આપે છે. તેમાં આગળના ભાગમાં માસેરાતી લોગો છે, જે ટ્વીન ડ્યુઅલ-એક્ઝોસ્ટ ટિપ્સ અને LED હેડલાઇટ સેટઅપથી કમ્પલીટ કરાયું છે. તે ઈન્ટિગ્રેટેડ ડે ટાઈમ રનિંગ લાઈટ્સ (DRL's) સાથે જોડાયા છે. કંપનીએ તેમાં 19 ઇંચનું એલોય વ્હીલ આપ્યું છે.

ADVERTISEMENT

Maserati Grecale

પાવર અને પરફોર્મેન્સ

Maserati Grecaleના બેઝ વેરિઅન્ટ GTમાં કંપનીએ 2.0 લિટર ક્ષમતાનું 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 300hpનો મજબૂત પાવર જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કંપનીનો દાવો છે કે આ SUV માત્ર 5.6 સેકન્ડમાં 0 થી 100 km/hની સ્પીડ પકડવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 240 કિમી પ્રતિ કલાક છે.

ADVERTISEMENT

તેના મિડ વેરિઅન્ટ Gracale Modenaમાં પણ કંપનીએ 2.0 લિટર એન્જિન આપ્યું છે જે 330hpનો પાવર જનરેટ કરે છે. આ કાર 0 થી 100 કિમી/કલાકની ઝડપમાં માત્ર 5.3 સેકન્ડ લે છે. આ સિવાય અન્ય સ્પેસિફિકેશન્સ બેઝ મોડલ GT જેવા જ છે. જોકે, તેને લિમિટેડ સ્લિપ ડિફરેન્સ અને એડોપ્ટિવ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ વેરિઅન્ટમાં કંપનીએ 20 ઈંચના વ્હીલ્સ આપ્યા છે જે ક્રોમની જગ્યાએ બ્લેક હાઈલાઈટ્સ સાથે આવે છે.

ADVERTISEMENT

ટોચના વેરિઅન્ટ Grecale Trofeoનું એન્જિન સૌથી પાવરફુલ છે. આ વેરિઅન્ટમાં કંપનીએ 3.0 લિટર V6 ટર્બો-પેટ્રોલ એન્જિન આપ્યું છે. જે 530hpનો મજબૂત પાવર જનરેટ કરે છે. કંપની દાવો કરે છે કે આ વેરિઅન્ટ માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવા માટે સક્ષમ છે. આ વેરિઅન્ટમાં ઈલેક્ટ્રોનિક લિમિટેડ સ્લિપ ડિફ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, આ ટોપ વેરિઅન્ટમાં 21-ઇંચ એલોય વ્હીલ છે જે બ્રેક કેલિપર્સ પર લાલ હાઇલાઇટ્સ સાથે આવે છે.

કેબિન કેવી છે?

Maserati Grecaleની કેબિનને પ્રીમિયમ અને લક્ઝુરિયસ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમાં 10-વે પાવર્ડ ફ્રન્ટ સીટો મળે છે જે મેમરી ફંક્શન સાથે આવે છે. 12 ઇંચની ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં એકનો ઉપયોગ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને બીજાનો ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરીકે કરવામાં આવશે. હેડ-અપ-ડિસ્પ્લે (HUD), ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને 14 સ્પીકર તેને વધુ સારું બનાવે છે. આમાં એલ્યુમિનિયમ પેડલ શિફ્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સલામતીની દ્રષ્ટિએ આ SUVને લેવલ-1 એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સ્યુટ મળે છે.

Maserati Grecale

કંપનીનું કહેવું છે કે પ્રી-કોન્ફિગર કરેલી કાર ખરીદદારો માટે પહેલેથી જ ઉપલબ્ધ છે. પરંતુ જો ખરીદદારો આ કારને તેમની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરવા માંગતા હોય તો આ સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ કસ્ટમાઇઝ મોડલની ડિલિવરી માટે ખરીદદારોને લગભગ 5 થી 8 મહિના સુધી રાહ જોવી પડશે. આ વિતરણ સમય કસ્ટમાઇઝેશન રિક્વેસ્ટ લેવલ પર આધાર રાખે છે.

    follow whatsapp

    ADVERTISEMENT