ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની મારુતિની તૈયારીઓઃ આ લોકેશન્સ પર ટકી છે નજર

ADVERTISEMENT

ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની મારુતિની તૈયારીઓઃ આ લોકેશન્સ પર ટકી છે નજર
ગુજરાતમાં પ્લાન્ટ નાખવાની મારુતિની તૈયારીઓઃ આ લોકેશન્સ પર ટકી છે નજર
social share
google news

ગાંધીનગરઃ મારુતિ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીઓમાં આગ્ર હરોળનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં મારુતિ ક્યારે ગુજરાતમાં એન્ટ્રી કરે છે તેને લઈને સહુની નજર એક થઈ હતી. હાલમાં જ્યારે કાર ઉત્પાદક આ કંપની પોતાના પ્રોડક્શનના વધારાને ધ્યાન પર લઈ રહી છે ત્યારે ગુજરાતમાં 24000 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને અહીં પ્લાન્ટ સ્થાપવાનો પ્લાન છે. કંપની અહીં બેચરાજી, હાંસલપુર, ધોલેરા અને કચ્છમાં પણ વિવિધ લોકેશન્સને ધ્યાન પર લઈ રહી છે.

આ ચાર લોકેશનમાં મારુતિને વધારે રસ
આ ચાર લોકેશનમાં મારુતિને વધારે રસ છે. કંપનીના સત્તાધીશોએ આ સ્થળોની મુલાકાત લઈ પણ ચુક્યા છે. તે લોકેશન્સની વિગતો સહિતનો રિપોર્ટ પણ તૈયાર છે. જોકે પ્રાપ્ત વિગતો અનુસાર મારુતિ પહેલાથી જ માનેસર અને ગુરુગ્રામ ખાતે પ્લાન્ટ ધરાવે છે. ઉપરાંત હરિયાણાના ખારખોડામાં એક પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં બેચરાજીમાં મારુતિનો પ્લાન્ટ આવી રહ્યો હોવાની વિગતો મળી રહી છે.

સુપ્રીમ કોર્ટ અને સરકારની ખેંચતાણ વચ્ચે 4 હાઈકોર્ટમાં 13 જજની નિયુક્તિ

રોકાણ માટે ગુજરાતની પસંદગી થવાની શક્યતા
ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અને બેટરીના ઉત્પાદન માટે સુઝુકી મોટર કોર્પોરેશને ગત વર્ષે જ 10444 કરોડના એમઓયુ કર્યા હતા. કંપનીએ બેચરાજીમાં રોકાણ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. થોડા દિવસોથી વિગતો ફરતી થઈ છે કે મારુતિ કંપની 24000 કરોડ રૂપિયાના જંગી ખર્ચે પ્લાન્ટ સ્થાપિત કરવાની છે જે હરિયાણાની બહાર હશે. ભારતમાં આવનારા દિવસોમાં કારની ડિમાન્ડ વધશે તેવા અંદાજ સાથે કંપની વધુ એક પ્લાન્ટ નાખવાની વિચારણામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના માટે ગુજરાતની પસંદગી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT