મારુતિ અલ્ટો K10 કારમાં નીકળી મોટી ખામી, કંપનીએ પરત મંગાવી ગાડીઓ
Maruti Alto K10 Recalled: મારુતિ સુઝુકીએ અલ્ટો K10 હેચબેક માટે રિકોલ જાહેર કર્યું છે. કારના સ્ટીયરિંગ ગિયરબોક્સ એસેમ્બલીમાં ખામી જોવા મળી છે. કંપનીએ ગ્રાહકોને ખામીયુક્ત ભાગ બદલ્યા વિના અલ્ટો K10 ન ચલાવવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે, અલ્ટો K10ના કુલ 2555 મોડલ્સમાં ખામીઓ જોવા મળી છે, જેના માટે રિકોલ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
Maruti Alto K10 Defect: મારુતિ સુઝુકીએ અલ્ટો K10 હેચબેક માટે રિકોલ જાહેર કર્યું છે. કારના સ્ટીયરિંગ ગિયરબોક્સ એસેમ્બલીમાં ખામી જોવા મળી છે. કંપનીએ ગ્રાહકોને ખામીયુક્ત ભાગ બદલ્યા વિના અલ્ટો K10 ન ચલાવવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે, અલ્ટો K10ના કુલ 2555 મોડલ્સમાં ખામીઓ જોવા મળી છે, જેના માટે રિકોલ જારી કરવામાં આવી છે.
જે ગ્રાહકો પાસે મારુતિ અલ્ટો K10 છે અને આ પ્રકારની ખામી છે તેઓ મારુતિ સુઝુકી અધિકૃત ડીલરશીપ પર તેમની કારની તપાસ કરાવી શકે છે. આ સિવાય તેઓ નજીકના MSI સર્વિસ સેન્ટરની પણ મુલાકાત લઈ શકે છે. કંપની ખામીયુક્ત ભાગોને બદલશે અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, મારુતિ સુઝુકી દ્વારા ખામીયુક્ત એકમોની ઉત્પાદન તારીખ જાહેર કરવામાં આવી નથી.
ડ્રાઈવિંગ સમયે આવી શકે છે સમસ્યા : કંપની
મારુતિ સુઝુકીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, Alto K10માં ડ્રાઇવિંગ કરતી વખતે સ્ટિયરિંગ ગિયરબોક્સમાં ખામી આવી શકે છે. મારુતિએ ખામીયુક્ત વાહનોનું ઉત્પાદન વર્ષ જાહેર કર્યું નથી. જો કે, તેણે કહ્યું છે કે, કાર નિર્માતાની અધિકૃત ડીલરશીપ વર્કશોપ ખામીયુક્ત વાહન માલિકોનો સંપર્ક કરશે અને જો જરૂરી હોય તો, ખામીયુક્ત કારનું નિરીક્ષણ અને બદલી કરશે.
ADVERTISEMENT
મારુતિ અલ્ટો K10ના સ્પેસિફિકેશન
આ નાની કારમાં 998cc, 1.0 લિટર, 3-સિલિન્ડર ડ્યુઅલજેટ એન્જિન છે, જે 66.62PSનો પાવર અને 89Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ જ એન્જિન મારુતિ સુઝુકી સેલેરિયોમાં પણ આપવામાં આવ્યું છે. આ સિવાય આ કાર CNG ઓપ્શનમાં પણ આવે છે.
Maruti Suzuki Alto K10 ચાર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે - Std, LXi, VXi અને VXi Plus, સાત રંગ વિકલ્પો - મેટાલિક સિઝલિંગ રેડ, મેટાલિક સિલ્કી સિલ્વર, મેટાલિક ગ્રેનાઈટ ગ્રે, સ્પીડી બ્લુ, પર્લ મિડનાઈટ બ્લેક, સોલિડ વ્હાઇટ અને પ્રીમિયમ અર્થ ગોલ્ડ.
ADVERTISEMENT
તેનું પેટ્રોલ મોડલ 24.90 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે અને CNG મોડલ 33.85km/kgની માઈલેજ આપી શકે છે.
ADVERTISEMENT
Alto K10માં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી, મેન્યુઅલી એડજસ્ટેબલ ORVM, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ જેવી સુવિધાઓ છે.
મારુતિ અલ્ટો K10ની કિંમત
મારુતિ અલ્ટો K10 હાલમાં કંપનીની સૌથી સસ્તી કાર છે. તેની કિંમત 3.99 રૂપિયાથી 5.96 લાખ રૂપિયાની વચ્ચે છે, જે એક્સ-શોરૂમ છે. ભારતીય બજારમાં તેની સ્પર્ધા Renault Kwid અને તેની પોતાની કંપનીની કાર Maruti S-Presso સાથે છે.
ADVERTISEMENT