Kia Recall: Kia એ માર્કેટમાંથી હજારો સેલ્ટોસ પાછી મંગાવી, કંપનીએ આપ્યું ચોંકાવનારું કારણ

ADVERTISEMENT

શા માટે ગાડીને પાછી મંગાવી?
Kia Recall
social share
google news

Kia Recall Seltos: Kia Motors એ ભારતમાં તેના સૌથી વધુ વેચાતા વાહન સેલ્ટોસ માટે રિકોલ જારી કર્યું છે. કંપનીએ તેના સેલ્ટોસ વાહનોમાંથી 4,358 ગાડીને ઈલેક્ટ્રોનિક ઓઈલ પંપ નિયંત્રકને બદલવા માટે પાછી મંગાવી છે.  Kia ઈન્ડિયાએ ઈલેક્ટ્રોનિક ઓઈલ પંપ કંટ્રોલરને(Electronic Oil Pump Controller) બદલવા માટે આ વાહનોને પછી મંગાવી છે. કિયાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 28 ફેબ્રુઆરી અને 13 જુલાઈ, 2023 વચ્ચે ઉત્પાદિત IVT ટ્રાન્સમિશન સાથે સ્માર્ટસ્ટ્રીમ G1.5 પેટ્રોલ સેલ્ટોસને પાછી મંગાવી છે.

શા માટે ગાડીને પાછી મંગાવી?

ઈલેક્ટ્રોનિક ઓઈલ પંપ કંટ્રોલરમાં ખામી હોવાની શક્યતાને કારણે ગાડીને પાછી મંગાવી રહ્યા છે. એવી આશંકા છે કે આ નિર્દિષ્ટ ટ્રાન્સમિશન વેરિઅન્ટમાં ઇલેક્ટ્રોનિક ઓઇલ પંપના પ્રદર્શનને અસર કરી શકે છે. કંપનીએ કહ્યું કે તેણે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયને વાહનોને પરત બોલાવવાની પહેલ વિશે જાણ કરી છે.

'ગ્રાહક સુરક્ષા એ પ્રથમ પ્રાથમિકતા છે'

નિવેદન અનુસાર, કાર માલિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી, કંપની અસરગ્રસ્ત એકમોમાં ઇલેક્ટ્રોનિક ઓઇલ પંપ નિયંત્રકને સક્રિયપણે બદલી રહી છે. કંપની પોતે જ સંબંધિત વાહન માલિકોનો સીધો સંપર્ક કરીને તેમને વાહન રિટર્ન વિશે જાણ કરશે. કિયા કહે છે કે તે રિકોલથી પ્રભાવિત ગ્રાહકોનો સંપર્ક કરી રહી છે. દેશભરમાં કંપનીના સેવા કેન્દ્રો પર ખામીયુક્ત ઘટકોને મફતમાં બદલવામાં આવશે. કિયા ભારતીય બજારમાં સેલ્ટોસ, સોનેટ અને કેરેન્સનું વેચાણ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT