દેશભરમાં 3,000 કરોડથી વધુનું સોનું વેંચાયું, બુલિયન બજારો ધમધમી ઉઠ્યા
મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે કરવા ચોથ પર દેશભરમાં રૂ. 3,000 કરોડથી વધુનું સોનું વેચાયું છે. ગયા વર્ષે કરવા…
ADVERTISEMENT
મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે કરવા ચોથ પર દેશભરમાં રૂ. 3,000 કરોડથી વધુનું સોનું વેચાયું છે. ગયા વર્ષે કરવા ચોથ પર 2,200 કરોડ રૂપિયાનું સોનું વેચાયું હતું. દેશના નાના જ્વેલર્સના મોટા સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) અને ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશને ગુરુવારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે દેશભરના બુલિયન માર્કેટમાં સુસ્તી જોવા મળી હતી. જોકે આવી સ્થિતિ 2020 અને 2021માં કરવા ચોથ પર પણ માર્કેટની સ્થિતિ સારી જોવા મળી હતી. પરંતુ, આ વખતે કોરોનાને લગતા નિયંત્રણો હટાવવા અને તહેવારોની સિઝનમાં લોકો વધુ ખર્ચ કરતા હોવાના કારણે બુલિયન માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. સોના-ચાંદીના દાગીનાની ઘણી ખરીદી થઈ હતી.
સોનું રૂ.3,400 મોંઘુ થયું
ગયા વર્ષની કરવા ચોથની સરખામણીએ આ વખતે સોનું 3,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. જોકે, ચાંદી 11,000 રૂપિયા પ્રતિ કિલો સસ્તી રહી છે. દિલ્હીમાં ગુરુવારે 24 કેરેટ સોનું 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જ્યારે ચાંદી રૂ.59,000 હતી.
દિલ્હી સહિત આ શહેરોમાં ધૂમ મચાવી રહેલા માર્કેટ CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું હતું કે, દિલ્હી ઉપરાંત મુંબઈ, આગ્રા, કાનપુર, હૈદરાબાદ, નાગપુર, રાયપુર, રાજકોટ, મેરઠ, કોલકાતા, અમૃતસર, જયપુર, ભોપાલ, ઈન્દોર, જમ્મુ, લખનઉ વગેરે શહેરોના બુલિયન બજારો ધમધમી રહ્યા હતા.
ADVERTISEMENT
- ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે આ વખતે બજારમાં ભારેથી હળવા જ્વેલરીનો જંગી સ્ટોક છે
- એક બાજુ સોના-ચાંદીના દાગીનાના સ્ટોકની સાથે નવી ડિઝાઇનની પણ માગ હતી. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં હંમેશાની જેમ બ્રાઈડલ રિંગ્સ, ચેઈન, બંગડીઓ, મંગળસૂત્રની વધુ માંગ છે.
આગામી સમયમાં કિંમતો વધશે
CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ધનતેરસ, દિવાળી, 14 નવેમ્બર સુધી લગ્નની સીઝનને કારણે સોના અને ચાંદીના બજારો ધમધમતા રહે છે. પરંતુ, વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજનીતિના કારણે આગામી સમયમાં સોનાના ભાવ વધી શકે છે.
ADVERTISEMENT