કંગના રનૌત, સ્મૃતિ ઈરાની અને હેમા માલિનીઃ BJP માંથી ચૂંટણી લડી રહેલા 3 VIP નેતાઓમાં કોણ સૌથી ધનિક?

ADVERTISEMENT

Loksabha Election 2024
કોણ છે ભાજપના 'ધનલક્ષ્મી'?
social share
google news

Loksabha Election 2024: ભાજપ તરફથી ત્રણ ફેમસ મહિલા નેતા કંગના રનૌત, સ્મૃતિ ઈરાની અને હેમા માલિની આ વખતે ચૂંટણીની રેસમાં છે. આ ત્રણેયની ખાત વાત એ છે કે તેઓનું બોલિવૂડ સાથે કનેક્શન છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પહેલીવાર હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડી રહ્યા છે. સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે અને હેમા માલિની મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણેય મહિલા નેતાઓએ તેમની સંપત્તિનું એલાન કર્યું છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ત્રણેય VIP મહિલ નેતામાંથી સૌથી અમીર કોણ છે.

કંગના રનૌતની સંપત્તિ

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી છે. તેમની પાસે 7 કિલો સોનું અને 60 કિલો ચાંદી છે. તેમની પાસે 63 કરોડની સ્થાવર મિલકત છે. તેમણે 91 કરોડથી વધુનું એલાન કર્યું છે. તેમાં 28.7 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ અને 62.9 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ સામેલ છે. કંગના રનૌત પર 17.38 કરોડ રૂપિયાની લોન પણ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી પાસે 3.91 કરોડ રૂપિયાની લક્ઝરી કારો છે, જેમાં એક BMW અને બે મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે. તેમણે શેર માર્કેટમાં અંદાજે 21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે તેમણે શેરબજારમાં 21 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને 11 લોકોને પર્સનલ લોન આપી છે. 

May be an image of 6 people and dais

ADVERTISEMENT

5 કરોડ રૂપિયાનું છે ગોલ્ડ

અભિનેત્રી કંગના રનૌત પાસે લગભગ 5 કરોડ રૂપિયાની કિંમતનું સોનું, ₹50 લાખની કિંમતનું 60 કિલો ચાંદી અને ₹3 કરોડની કિંમતની 14 કેરેટની ડાયમંડ જ્વેલરી છે. રનૌત બાંદ્રા (મુંબઈ), ઝીરકપુર (ચંદીગઢ) અને મનાલી (કુલુ)માં પણ મિલકતો ધરાવે છે. બાંદ્રામાં તેમના એપાર્ટમેન્ટની કિંમત 23.98 કરોડ રૂપિયા અને મનાલીમાં 4.97 કરોડ રૂપિયા છે. તેમના નામ પર 50 જીવન વીમા નિગમ (LIC) પોલિસી છે. મંડીમાં 1 જૂને ચૂંટણી યોજાવાની છે.

સ્મૃતિ ઈરાનીની સંપત્તિ

સ્મૃતિ ઈરાનીએ એફિડેવિટમાં પોતાની સંપત્તિ વિશે જણાવ્યું કે તેમની પાસે 8,75,24,296 રૂપિયા છે. તેમના પતિ પાસે 8,81,77,790 રૂપિયા છે. તેમની પાસે 1,08,740 રૂપિયા રોકડા છે. તેમની સામે એક પણ ફોજદારી કેસ નોંધાયેલ નથી. આ ઉપરાંત રોકડ બોન્ડમાં 88,15,107 રૂપિયા, પોસ્ટ ઓફિસ સ્કીમમાં 30,77,936 રૂપિયા અને 37,48,440 રૂપિયાની જ્વેલરી છે. તેમની કુલ ચલ સંપત્તિ રૂ. 3,08,94,296 અને કુલ અચલ સંપત્તિ રૂ. 5,66,30,000 છે. તેઓ અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.

ADVERTISEMENT

No photo description available.

ADVERTISEMENT

હેમા માલિની પાસે કેટલી છે સંપત્તિ?

હેમા માલિની ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમણે પોતાનું સોગંદનામું આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે, હેમા માલિનીની પાસે 3,39,39,307 રૂપિયાની જ્વેલરી છે. તેમના પતિ ધર્મેન્દ્ર પાસે પણ 1,75,8200 રૂપિયાની જ્વેલરી છે. હેમા માલિનીની સંપત્તિ 297 કરોડ રૂપિયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT