જુલાઈમાં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ 6 બિલિયનને પાર, 2016થી અત્યારસુધીનો સૌથી વધુ આંકડો
મુંબઈઃ જુલાઈમાં UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ છ અબજને પાર કરી ગયો છે. આ સમયગાળા દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ કુલ રૂ. 10.63 લાખ કરોડના…
ADVERTISEMENT
મુંબઈઃ જુલાઈમાં UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ છ અબજને પાર કરી ગયો છે. આ સમયગાળા દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ કુલ રૂ. 10.63 લાખ કરોડના UPI વ્યવહારો થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જુલાઈમાં UPI દ્વારા રેકોર્ડ ટ્રાન્ઝેક્શનને નોંધપાત્ર સિદ્ધિ ગણાવી હતી. નવી ટેક્નોલોજી અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવાના લોકોના સામૂહિક સંકલ્પથી આ સિદ્ધ થયું છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ ખાસ કરીને મદદરૂપ થતું આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણના ટ્વીટના જવાબમાં નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી. સીતારમણે ટ્વિટર પર લખ્યું, “આ વર્ષે જુલાઈમાં UPI દ્વારા રેકોર્ડ 6 અબજથી વધુ વ્યવહારો થયા છે જે 2016 પછીનો સૌથી વધુ આંકડો છે.
વધતા જતા વ્યવહારો
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, વોલ્યુમની દ્રષ્ટિએ UPI વ્યવહારો મહિને દર મહિને 7.16 ટકા વધ્યા છે. મૂલ્યની દ્રષ્ટિએ તેમાં 4.76 ટકાનો વધારો નોંધાયો છે. UPI ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે લગભગ બમણો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે મૂલ્ય દ્વારા વ્યવહારો દર વર્ષે 75 ટકા વધ્યા છે.
ADVERTISEMENT
ડિજિટાઈઝેશન વ્યૂહરચનાથી સહાય મળી
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે માર્ચ 2022માં અહેવાલ આપ્યો હતો કે ડિજિટલ પેમેન્ટ વ્યવહારો છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધ્યા છે. નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાને ડિજીટલ કરવાની સરકારની વ્યૂહરચનાથી આ શક્ય બન્યું છે. 2018-19માં ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનો આંકડો રૂ. 3,134 કરોડ હતો. જે 2020-21માં વધીને રૂ. 5,554 કરોડ અને 2021-22માં રૂ. 7,422 કરોડ થઈ ગયો છે.
ADVERTISEMENT