મુકેશ અંબાણીએ ખેલ્યો નવો દાવઃ ફ્રીમાં WiFi લગાવશે જિયો! BSNL, Airtel, VIની વધી ચિંતા
New Offer: Jio તેના યુઝર્સને ઘણી દમદાર ઓફર્સ આપી રહ્યું છે. આની મદદથી તમે ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલ પણ કરાવી શકો છો. આ નવી ઑફર્સ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે કંપની દ્વારા પહેલીવાર આવી ઑફર્સ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
New Offer: Jio તેના યુઝર્સને ઘણી દમદાર ઓફર્સ આપી રહ્યું છે. આની મદદથી તમે ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલ પણ કરાવી શકો છો. આ નવી ઑફર્સ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કારણ કે કંપની દ્વારા પહેલીવાર આવી ઑફર્સ આપવામાં આવી રહી છે. Jio દ્વારા યુઝર્સ માટે એક નવી ઓફર લાવવામાં આવી છે. હવે તમને ફ્રીમાં WiFi ઇન્સ્ટોલ કરાવવાની પણ ઓફર આપવામાં આવી રહી છે. તમને પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્ય થયું હશે કે આવું કેમ? તો તમને જણાવી દઈએ કે કંપની દ્વારા એક ઓફર હેઠળ આ સ્કીમ લાવવામાં આવી છે અને માત્ર પસંદગીના લોકોને જ તેનો લાભ મળી રહ્યો છે. જો તમે પણ તમારા ઘર અથવા ઓફિસમાં WiFi કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તમે તેના માટે અરજી કરી શકો છો.
BSNL તરફથી પણ પહેલા આવી જ ઓફર લાવવામાં આવી હતી. જેમાં લોકોના ઘરે Free WiFi Installation નો ઓપ્શન આપવામાં આવી રહ્યો હતો. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સાથે જ જણાવીશું કે તમે આ ઓફરનો કેવી રીતે લાભ મેળવી શકો છો. કારણ કે તેમાં મળતી તમામ ઓફર્સ એકદમ કમાલની છે. તો ચાલી જાણીએ...
જિયો લાવ્યું નવી ઓફર
સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને Jio દ્વારા એક નવી ઓફર લાવવામાં આવી છે. જો તમે પણ આ ઓફરનો લાભ લો છો તો તમારે કોઈ અલગથી ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ તમને પણ આશ્ચર્યચકિત કરશે. કારણ કે હાલમાં જ Jio દ્વારા આવી ઓફર લાવવામાં આવી છે અને તેને Jio Freedom Offer નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ માટે તમારે કંપનીનું ત્રણ મહિનાનું રિચાર્જ ખરીદવું પડશે. આ ઑફર તમને 2121 રૂપિયાના પ્લાનની ખરીદી પર આપવામાં આવે છે. જ્યારે પહેલા તમારે પ્લાનની સાથે 1,000 રૂપિયાનો અલગ ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે આ ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલે કે કંપની દ્વારા 30%ની સીધી ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
BSNL Free WiFi
BSNL દ્વારા પણ યુઝર્સને આવી જ ઓફર આપવામાં આવી રહી હતી. આમાં પણ યુઝર્સને કોઈ અલગ ઈન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડતો નથી. ઉપરાંત તેઓ ફ્રી વાઈફાઈ ઈન્સ્ટોલ કરાવી શકતા હતા, પરંતુ તેની સાથે તેમણે તેને રિચાર્જ પણ કરાવવું પડતું હતું. અગાઉ આ ઓફર કંપની દ્વારા 31 માર્ચ સુધી આપવામાં આવી રહી હતી. જોકે, તેની વેલિડિટી લંબાવવામાં આવી હતી અને આ ઑફર આખા વર્ષ માટે હતી. આ એક શાનદાર ઓફર સાબિત થાય છે.
ADVERTISEMENT