Airtel અને VI જોતા રહી ગયા અને Jio એ મારી બાજી! લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G અનલિમિટેડ પ્લાન
Jio New Prepaid Plan: ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ ભારતમાં તેના 'True 5G અનલિમિટેડ પ્લાન' કેટલોગમાં એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન Jio તરફથી સૌથી સસ્તો અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યો છે અને આ રિચાર્જ ઘણા બેનિફિટ્સ ઓફર કરી રહ્યું છે.
ADVERTISEMENT
Jio New Prepaid Plan: ભારતની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયોએ ભારતમાં તેના 'True 5G અનલિમિટેડ પ્લાન' કેટલોગમાં એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન Jio તરફથી સૌથી સસ્તો અનલિમિટેડ ડેટા ઓફર કરી રહ્યો છે અને આ રિચાર્જ ઘણા બેનિફિટ્સ ઓફર કરી રહ્યું છે. સૌથી સસ્તો અનલિમિટેડ 5G ડેટા પ્લાન 14 દિવસની વેલિડિટીની સાથે આવે છે. જો તમે Jio પ્રીપેડ સબ્સ્ક્રાઇબર છો અથવા કનેક્શન પોર્ટ કરવાનું અથવા નવું Jio સિમ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમારે Jioના રૂ. 198ના નવા પ્લાન વિશે જાણવાની જરૂર છે. ચાલો તેના વિશે જાણીએ…
જિયોનો 198 રૂપિયાવાળો અનલિમિટેડ 5G પ્લાન
જિયોનો આ નવો પ્રીપેડ રિચાર્જ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને 14 દિવસ માટે દરરોજ 2GB ડેટાની સાથે આવે છે. જિયોએ જણાવ્યું કે ડેઈલી ડેટા ખતમ થયા બાદ, સ્પીડ 64kbps સુધી લિમિટેડ થઈ જશે. 5G યુઝર્સ આ પ્લાનની સાથે અનલિમિટેડ ટ્રુ 5G ડેટાની મજા લઈ શકો છો. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં JioTV, JioCinema અને JioCloud સબ્સ્ક્રિપ્શન પણ સામેલ છે.
અહીથી ખરીદો પ્લાન
આ પ્લાનને એક્ટિવેટ કરવા માટે યુઝર્સ MyJio અથવા અન્ય કોઈ પ્લેટફોર્મ દ્વારા તેમના Jio પ્રીપેડ નંબરને રિચાર્જ કરી શકે છે. જો કે, જો તમે વધુ વેલિડિટીવાળો પ્લાન શોધી રહ્યા છો, તો તમે 349 રૂપિયાનો પ્લાન પણ જોઈ શકો છો, જે 28 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 2GB ડેટા અને દરરોજ 100 SMS ઓફર કરે છે.
ADVERTISEMENT
વેબસાઈટ પર કંપેર કરો પ્લાન્સ
તમે વેલિડિટીના આધારે સરખામણી કરવા માટે વેબસાઈટ પર અન્ય અનલિમિટેડ 5G પ્લાન પણ જોઈ શકો છો. જો તમે નવું કનેક્શન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે એરટેલ અને Viના પ્લાનની સરખામણી પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જીઓએ તેના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, ત્યારબાદ Vi અને એરટેલે તેમના રિચાર્જ પ્લાન પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT