આજથી મોંઘા થઈ ગયા Jio અને Airtelના પ્લાન, જાણો કેટલો થયો વધારો
Jio Airtel Mobile Recharge New Rate: Jio અને Airtel પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે. હવે યુઝર્સે આ કંપનીઓના રિચાર્જ કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે.
ADVERTISEMENT
Jio Airtel Mobile Recharge New Rate: Jio અને Airtel પ્લાન આજથી મોંઘા થઈ ગયા છે. હવે યુઝર્સે આ કંપનીઓના રિચાર્જ કરાવવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે. જિયોનો સૌથી સસ્તો પ્લાન 155 રૂપિયાના બદલે 189 રૂપિયાના થઈ ગયા છે. તો એરટેલને પણ કિંમતમાં વધારો કર્યો છે. વોડાફોન એરટેલના પ્લાનમાં આવતીકાલથી વધારો થવા જઈ રહ્યો છે.
એરટેલે 10-20 ટકાનો કર્યો વધારો
એરટેલે તમામ પ્લાનની કિંમતમાં લગભગ 10-20 ટકા સુધીનો વધારો કરી દીધો છે. એરટેલે તેના પ્લેટફોર્મ પર ઘણા પ્લાનને રિવાઈઝ કરી દીધા છે. અહીં પહેલા 455 રૂપિયામાં 85 દિવસનો પ્લાન હતા, પરંતુ હવે તેને કંપનીએ રિમૂવ કરી દીધો છે. આ સિવાય 1799 રૂપિયાનો પણ પ્લાન રિમૂવ કરી દીધો છે, જે 365 દિવસની વેલિડિટી આપતો હતો.
જિયોએ પણ વધાર્યા ભાવ
Jioએ રિવાઈઝ કર્યા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન પ્રીપેડ સેગમેન્ટની અંદર વેલ્યુ કેટેગરીમાં મળે છે. હવે કંપનીએ તેની કિંમતને રિવાઈઝ કરી દીધી છે અને નવી કિંમતની સાથે પ્લાનને લિસ્ટેડ કર્યા છે. Jioનો 84 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 479 રૂપિયાનો થઈ ગયો છે. આમાં તમને 84 દિવસની વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. તેમાં 6 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ છે. તમે અહીં 1000 SMS પણ ઍક્સેસ કરી શકશો.
ADVERTISEMENT
1 વર્ષનો સૌથી સસ્તો પ્લાન
Jioનો સૌથી સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન 1899 રૂપિયાનો થઈ ગયો છે. આમાં યુઝર્સને 336 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલ અને 24GB ડેટા મળે છે. આમાં 3600SMS ઉપલબ્ધ છે.
એરટેલે હટાવ્યા સૌથી સસ્તા પ્લાન
Jio બાદ હવે એરટેલે પણ તેના પ્લેટફોર્મ પરથી માસિક, 84 દિવસ અને વાર્ષિક કેટેગરીના સૌથી સસ્તા પ્લાનની કિંમતમાં સુધારો કર્યો છે. હવે 28 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલ અને 2Gb ડેટા સાથેના પ્લાનની કિંમત 199 રૂપિયા છે.
ADVERTISEMENT
84 દિવસની વેલિડિટીવાળો પ્લાન મોંઘો થયો
એરટેલનો 84 દિવસની વેલિડિટી, 6GB ડેટા અને અનલિમિટેડ કોલિંગવાળા પ્લાનની કિંમત 509 રૂપિયા કરી દેવામાં આવી છે. તો એરટેલનો સૌથી સસ્તો એનુઅલ રિચાર્જ પ્લાન 1999 રૂપિયાનો થઈ ગયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT