Jio vs Airtel vs Vi vs BSNL: 28 દિવસ માટે સસ્તો રિચાર્જ પ્લાન કઈ કંપની આપે છે?
Jio vs Airtel vs Vi vs BSNL: તાજેતરમાં જ Airtel, Jio અને Viએ પોતાના વિવિધ રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે. જે બાદ હવે મોબાઈલનું રિચાર્જ કરાવવું મોંઘુ થઈ ગયું છે.
ADVERTISEMENT
Jio vs Airtel vs Vi vs BSNL: તાજેતરમાં જ Airtel, Jio અને Viએ પોતાના વિવિધ રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો છે. જે બાદ હવે મોબાઈલનું રિચાર્જ કરાવવું મોંઘુ થઈ ગયું છે. જો તમે રિચાર્જ 1 મહિનો અથવા 28 દિવસની વેલિડિટી સાથેનું રિચાર્જ કરાવવા માંગતા હોય તો, એરટેલ, જિયો, વોડાફોન અને BSNL ના તે રિચાર્જ પ્લાન્સ પર એક નજર કરી લો જે ઓછી કિંમતે વધુ લાભો સાથે આવે છે.
કોનું રિચાર્જ સૌથી સસ્તું છે?
Jio, Airtel, Vi અને BSNL કંપનીઓ તેમના રિચાર્જ પ્લાન દ્વારા એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. જો તમે લગભગ 1 મહિનાનો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો જે ઘણા ફાયદાઓ સાથે ઓછી કિંમતે આવે છે, તો ચાલો તમને Jio, Airtel, Vodafone Idea અને BSNLના સસ્તા પ્લાન વિશે જણાવીએ.
BSNL પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે
BSNL 139 રૂપિયામાં અનલિમિટેડ કૉલિંગ, SMS અને દૈનિક 1.5GB ડેટા સુવિધા પ્રદાન કરે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ યુઝર્સને 40 kbps સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
ADVERTISEMENT
Jioનો 28 દિવસનો રિચાર્જ પ્લાન
રિલાયન્સ Jio 189 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન ઓફર કરે છે જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા, SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.
28 દિવસની વેલિડિટી સાથે Airtel પ્લાન
Airtel દ્વારા 28 દિવસની વેલિડિટી સાથે ઓફર કરવામાં આવેલો સૌથી ઓછી કિંમતનો રિચાર્જ પ્લાન રૂ. 199નો છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 1GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને દૈનિક 100 SMSનો લાભ મળે છે.
ADVERTISEMENT
28 દિવસની વેલિડિટી સાથે Vi રિચાર્જ પ્લાન
28 દિવસની વેલિડિટી સાથે વોડાફોન આઈડિયા દ્વારા ઓફર કરવામાં આવેલ સૌથી ઓછી કિંમતનો રિચાર્જ પ્લાન રૂ. 199 છે. આ રિચાર્જ સાથે તમને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત કૉલિંગ અને 300 SMSનો લાભ મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT