Jio બદલશે IPL જોવાનો અંદાજ, અલગ-અલગ કેમેરા એંગલથી લઈને સ્ટેડિયમ સુધીની મજા માણી શકાશે
Reliance AGM 2022માં કંપનીએ કેટલીક જાહેરાતો કરી છે. તેનાથી ઘણી બધી વસ્તુઓ બદલવાની છે. તેમાં JioAirFiberની પણ જાહેરાત કરાઈ. તેનાથી તમારો IPL મેચ જોવાનો અંદાજ…
ADVERTISEMENT
Reliance AGM 2022માં કંપનીએ કેટલીક જાહેરાતો કરી છે. તેનાથી ઘણી બધી વસ્તુઓ બદલવાની છે. તેમાં JioAirFiberની પણ જાહેરાત કરાઈ. તેનાથી તમારો IPL મેચ જોવાનો અંદાજ બદલી જશે. એમાં ઘણા એવો ફીચર્સ મળશે જેના વિશે ઘણા લોકોએ વિચાર્યું પણ નહીં હોય.
JioAirFiberથી તમે ઘર અથવા ઓફિસને હાઇ-સ્પીડ ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકો છો. તેમાં Gigabit-સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવે છે. કંપનીએ કહ્યું કે, કોઈપણ વાયર વિના અલ્ટ્રા-હાઈ ફાઈબર જેવી સ્પીડ તમને હવામાં મળશે.
મલ્ટીપલ વીડિયો સ્ટ્રીમ 4K રેઝોલ્યૂશન પર
તેનાથી તમને ઘરમાં ઈન્ટરનેટ માટે અલગથી કોઈ વાયરની જરૂર નહીં પડે. JioAirFiberને લઈને કંપનીએ કહ્યું કે, એન્ડ-ટુ-એન્ડ સોલ્યૂસન બેઝ્ડ 5G પર છે. આ મલ્ટીપલ વીડિયો સ્ટ્રીમ UHD પણ કરી શકે છે. તેનાથી તમને IPLનો વધારો ઈમર્સિવ અનુભવ મળશે. જોકે તમારે ધ્યાન રાખવું પડશે કે આ એક પોટેન્શિયલ યુઝ કેસ છે. તેને તરત જ રિલીઝ નહીં કરવામાં આવે. Jio Air Fiber અલ્ટ્રા-લો લેટેન્સી નેટવર્ક સાથે આવશે.
ADVERTISEMENT
લાઈવ મેચ દરમિયાન લાઈવ વીડિયો પણ
તમે મેચ દરમિયાન લાઈવ વીડિયોનો પણ આનંદ ઉઠાવી શકશો. તેનાથી તમને લાગશે કે તમે મિત્રો સાથે બેસીને મેચ જોઈ રહ્યા છો. તેનાથી તમે અલગ કેમેરા એન્ગલ પણ સિલેક્ટ કરી શકો છો. એટલે કે જે કેમેરા એંગલથી તમે મેચ જોવા ઈચ્છો છો તેને તમે ડિવાઈડ કરી શકો છો.
બાકી કેમેરા એંગલ્સ નાની નાની સ્ક્રીન પર ચાલતી રહેશે. અત્યાર સુધી બ્રોડકાસ્ટર દ્વારા બતાવાતી કેમેરા એંગલ્સને જ યુઝર્સ જોઈ શકતા હતા. પરંતુ Jio Air Fiberના આવવાથી મેચ જોવાનો અંદાજ બદલાઈ જશે.
ADVERTISEMENT
5Gની પણ જાહેરાત
Reliance Jioની 5G સર્વિસ લોન્ચની જાણકારી પણ આ મીટિંગમાં આપવામાં આવી. કંપનીએ જણાવ્યું કે, આ વર્ષે દિવાળી સુધી મેટ્રો શહેરોથી 5G સર્વિસની શરૂઆત કરવામાં આવશે. જ્યારે સમગ દેશમાં આ સર્વિસને આગલા વર્ષે ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT