JG Chemicals IPO: 5 માર્ચેના રોજ ખુલી રહ્યો છે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટ છે જોરદાર, જાણો તમામ વિગત

ADVERTISEMENT

IPO ના પ્રાઇસ બેન્ડની વિગતો
JG Chemicals IPO
social share
google news

JG Chemicals IPO: આ અઠવાડિયે ઘણા બધા IPO આવના છે જેમાં રોકાણકરી પૈસા કમાવાની સુવર્ણ તક છે. એવો જ એક JG Chemicals કંપનીનો IPO 5 માર્ચે ખુલી રહ્યો છે. તો ચાલો જાણીએ કંપનીની પ્રોફાઈલ વિશે....

IPO ના પ્રાઇસ બેન્ડની વિગતો

ઝિંક ઓક્સાઇડ મેન્યુફેક્ચરિંગ કંપની જેજી કેમિકલ્સે તેના IPOની શરૂઆતથી લઈને પ્રાઇસ બેન્ડ સુધીની વિગતો જાહેર કરી છે. કંપની આ IPO દ્વારા કુલ રૂ. 251.19 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.  IPOમાં, કંપની ઓફર ફોર સેલ દ્વારા રૂ. 165 કરોડના નવા શેર અને રૂ. 86.19 કરોડના શેર ઇશ્યૂ કરી રહી છે. 

ક્યારે થશે લિસ્ટિંગ?

આ IPO માં રોકાણકારો 7 માર્ચ 2024 સુધી રોકાણ કરી શકે છે. જ્યારે 4 માર્ચથી જ IPOમાં બિડ કરી શકે છે. કંપનીએ શેરના અલોટમેન્ટ માટે 11 માર્ચની તારીખ નક્કી કરી છે. શેર ન લાગનાર સબ્સ્ક્રાઇબર્સને 12 માર્ચે રિફંડ મળશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 13 માર્ચ, 2024ના રોજ થશે.

ADVERTISEMENT

કંપનીની વિગતો

જેજી કેમિકલ્સ પશ્ચિમ બંગાળની કંપની છે. IPO માં શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 210 થી રૂ. 221 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. આ IPOમાં રિટેલ રોકાણકારો કુલ 67 શેરોનો લોટ ખરીદી શકે છે. બિડિંગ વધુમાં વધુ 13 લોટ એટલે કે 871 શેર પર બોલી લગાવી શકાય છે. આવી સ્થિતિમાં રિટેલ રોકાણકારો IPOમાં ઓછામાં ઓછા 14,807 રૂપિયા અને વધુમાં વધુ 1,92,491 રૂપિયાનું રોકાણ કરી શકે છે. 

    follow whatsapp

    ADVERTISEMENT