iPhone 15 સીરીઝ લોન્ચ, એન્ડ્રોઈડના ચાર્જરથી ચાર્જ થશે ફોન, જાણો કિંમત અને ફીચર્સ સહિતની વિગતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

iPhone 15 Launch: Apple એ iPhone 15 સિરીઝ હેઠળ બે હેન્ડસેટ iPhone 15 અને iPhone 15 Plus લૉન્ચ કર્યા છે. આ વખતે કંપનીએ આ શ્રેણીમાં ડાયનેમિક આઇલેન્ડનો પણ ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે, કંપનીએ આઇફોન 14 પ્રો સિરીઝમાં ડાયનેમિક આઇલેન્ડનો ઉપયોગ કર્યો હતો, જ્યારે આઇફોન 14માં સ્ટાન્ડર્ડ નોચ આપી હતી.

iPhone 15માં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં પ્રાઈમરી કેમેરા 48MP છે. કંપનીનો દાવો છે કે આની મદદથી વધુ સારી ડિટેલ સાથે ફોટો ક્લિક કરી શકાય છે. ઉપરાંત, આ ફોન ફોટોને નેક્સ્ટ લેવલનો અનુભવ આપી શકે છે. આમાં યુઝર્સને લાઈટ અને ડિટેલનું સંપૂર્ણ બેલેન્સ મળશે. નેક્સ્ટ જનરેશન પોટ્રેટ મોડ ઉપલબ્ધ થશે. આ સાથે, એક નવો ફોકસ મોડ ઉપલબ્ધ થશે. આ ફોકસ મોડ ઓછા પ્રકાશ અને દિવસના પ્રકાશમાં સારી રીતે કામ કરશે. નવા સ્માર્ટ HDR સારા ફોટા ક્લિક કરવામાં પણ મદદ કરશે.

iPhone 15 ના ડિસ્પ્લે અને કલર વેરિઅન્ટ્સ

iPhone 15માં 6.1 ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે iPhone 15 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે. આ બંને હેન્ડસેટમાં OLED સુપર રેટિના ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. iPhone 15ને પાંચ કલર વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જે પિંક, યલો, ગ્રીન, બ્લુ અને બ્લેકમાં આવે છે.

ADVERTISEMENT

iPhone 15 સીરીઝની કિંમત

iPhone 15ની કિંમત $799 (અંદાજે રૂ. 66,195) છે, જ્યારે iPhone 15 Plusની કિંમત $899 (અંદાજે રૂ. 74,480) છે. ભારતમાં iPhone 15ની શરૂઆતની કિંમત 79,990 રૂપિયા હશે, જ્યારે iPhone 15 Plusની શરૂઆતની કિંમત 89,990 રૂપિયા હશે.

iPhone 15 સિરીઝ પ્રોસેસર

iPhone 15માં A16 Bionic ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 6 કોર CPU હશે, જે A15 Bionic કરતા 20 ટકા ઓછો પાવર વાપરે છે. તે આખો દિવસ બેટરી લાઈફ આપશે.

ADVERTISEMENT

રોડ સાઇડ આસિસ્ટ ફીચર ઉપલબ્ધ હશે

રોડ આસિસ્ટ સર્વિસ iPhone 15માં ઉપલબ્ધ હશે. iPhone 15 સિરીઝના યુઝર્સને સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર બે વર્ષ માટે ફ્રીમાં મળશે. સેટેલાઈટ કનેક્ટિવિટીની મદદથી યુઝર્સ ઈમરજન્સી દરમિયાન સ્થાનિક ઓથોરિટીની મદદ લઈ શકે છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ઇન્ટરનેટ અને સેલ્યુલર નેટવર્ક વિના પણ કામ કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT