ભારતની 2022-23માં સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર, કેન્દ્ર-RBI મળીને મોંઘવારી કાબૂમાં લાવવા સજ્જ
મુંબઈઃ સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પણ ભારત ચાલુ નાણાકીય વર્ષમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થ તંત્ર બનવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે સરકાર…
ADVERTISEMENT
મુંબઈઃ સતત વધતી જતી મોંઘવારી વચ્ચે પણ ભારત ચાલુ નાણાકીય વર્ષમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થ તંત્ર બનવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે સરકાર મોંઘવારીને કાબૂમાં લાવવા માટે RBI સાથે મળીને સતત કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ખાધ્ય તેલ અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવી છે. આ સિવાય ચોમાસું સારું રહેવાની ધારણા છે. આ બધાને જોતાં આવનારા સમયમાં મોંઘવારીનું દબાણ ઓછું થઈ શકે છે.
રિટેલ ફુગાવો આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર જ રહ્યો છે. જૂનમાં છૂટક ફુગાવો 7.01 ટકા હતો. બે ટકાની વધઘટ સાથે ફુગાવાને ચાર ટકા પર રાખવાની જવાબદારી મધ્યસ્થ બેંકને સોંપવામાં આવી છે. સરકાર 12 ઓગસ્ટે જુલાઈ માટે છૂટક ફુગાવાના આંકડા જાહેર કરી શકે છે.
મંદીની કોઈ શક્યતા જણાઈ રહી નથી
મીડિયા રિપોર્ટ્સના આધારે ભારત મંદીમાં સપડાઈ જાય તેવી કોઈ શક્યતા નથી. ભારત વિકાસના સ્થિર પથ પર આગળ વધી રહ્યા છીએ. આર્થિક વિકાસમાં મંદીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ તથા ચીન-તાઈવાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે આગળ વધવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
CADમાં અપેક્ષિત ઘટાડો
વધતી જતી વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધ (CAD) પર તેની અસર અંગે તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ખાતરના ભાવમાં ઘટાડો થયો છે. આ બધાને જોતાં CADમાં ઘટાડો થવાની ધારણા છે. ક્રિપ્ટોકરન્સી અંગે સૂત્રએ કહ્યું કે આ અંગે સતર્ક રહેવાની જરૂર છે. તાજેતરના વઝીરએક્સ કેસથી ક્રિપ્ટોકરન્સી વ્યવહારોમાં અસંખ્ય ગેરરીતિઓ સામે આવી છે.
ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર GST લાદવાનું વિચારી રહેલા મંત્રીઓનું જૂથ એક-બે દિવસમાં તેનો અહેવાલ નાણામંત્રી નિર્મલા સીતારમણને સુપરત કરી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે GST કાઉન્સિલની બેઠક આ મહિનાના અંતમાં અથવા સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આ મિટિંગમાં મંત્રીના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે. અગાઉ ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28 ટકા GST વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT