નેનોથી પણ નાની MG Comet EV ભારતી સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર બનશે? સિંગલ ચાર્જમાં 200 KM દોડશે
રોડથી લઈને સોશિયલ મીડિયા પર એક નાની ચટક રંગવાળી કાર હાલમાં વાઈરલ થઈ રહી છે. ટાટા નેનોથી પણ નાની આ કાર રસ્તા પર નીકળતા જ…
ADVERTISEMENT
રોડથી લઈને સોશિયલ મીડિયા પર એક નાની ચટક રંગવાળી કાર હાલમાં વાઈરલ થઈ રહી છે. ટાટા નેનોથી પણ નાની આ કાર રસ્તા પર નીકળતા જ લોકોની નજર તેના પર અટકી જાય છે. આ નાની કારનું નામ MG Comet EV છે. ખાસ વાત એ છે કે MGની આ કાર ગુજરાતના હાલોલમાં આવેલા પ્લાન્ટમાં બની છે. ઈલેક્ટ્રિક માર્કેટના વધતા લોકોના રસને જોઈને MG Motorએ ભારતીય માર્કેટમાં આ પોતાની બીજી ઈલેક્ટ્રિક કાર Comet EVને લોન્ચ કરી હતી. આવતીકાલે આ કારની કિંમત પરથી પડદો ઉચકાશે. રિપોર્ટ્સ મુજબ આ કારની કિંમત 10 લાખથી પણ ઓછી હોઈ શકે છે.
લંબાઈ 3 મીટરથી ઓછી
4 સીટર Comet EVમાં બે ડોર આપેલા છે. MG Comet EV ની લંબાઈ 2,974 mm છે, જે તેને ભારતમાં ઉપલબ્ધ સૌથી નાની કારમાંથી એક છે. જાણકારી માટે જણાવી દઈએ કે પહેલા નાની કારનું ટાઈટલ Tata Nano પાસે હતું, જેની લંબાઈ 3,099 mm હતી. MG Comet EV ની પહોળાઈ 1,505 mm, ઊંચાઈ 1,640 mm અને વ્હીલબેઝ 2,010 mm છે.
Buckle up, it's about to get wild 🌻🚙
Get hyped for the most fascinating ride of your life 🌼🚘 3 days to go until we unveil MG Comet EV!#CometEV #UrbanMobility #ComingSoon #MorrisGarages #MGMotorIndia pic.twitter.com/mITK8nrI9A
— Morris Garages India (@MGMotorIn) April 23, 2023
ADVERTISEMENT
પાંચ રંગોમાં ઉપલબ્ધ
MG Comet EV બ્લેક રૂફ સાથે એપલ ગ્રીન, અરોરા સિલ્વર, સ્ટારી બ્લેક, કેન્ડી વ્હાઇટ અને કેન્ડી વ્હાઇટમાં બ્લેક રૂફ સાથે ઉપલબ્ધ થશે. કારની અંદર 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. Comet EV આંતરરાષ્ટ્રીય બજારમાં કંપની દ્વારા પહેલેથી જ વેચાતી Wuling Air EV પર આધારિત છે.
ADVERTISEMENT
ભારતમાં ઉત્પાદન
MG Comet EV પણ MG ZS EV જેવા જ પ્લેટફોર્મ પર આધારિત છે. કંપનીએ ગુજરાતમાં તેના હાલોલ પ્લાન્ટમાં તેનું ઉત્પાદન શરૂ કર્યું છે. Comet EV બજેટ કાર તરીકે દેશના ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તે Tata Tiago EV, Tigor EV અને Citroen eC3 સાથે સીધી સ્પર્ધા કરશે.
ADVERTISEMENT
Now this cool Blue just hits different! Get ready to turn heads and make a statement with the MG Comet EV Cyan Blue. Just 2 more days for the unveiling… Stay tuned!#CometEV #UrbanMobility #ComingSoon #MorrisGarages #MGMotorIndia pic.twitter.com/VEUhKJKgyb
— Morris Garages India (@MGMotorIn) April 24, 2023
200 કિમીથી ઉપરની રેન્જ
MG Comet EV 17.3 kWh બેટરી દ્વારા સંચાલિત છે. કંપનીનો દાવો છે કે આ કાર ફુલ ચાર્જ પર લગભગ 230 કિલોમીટરની રેન્જ કવર કરી શકે છે. અત્યારે દેશમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર ટાટાની Tiago EV છે, જેની કિંમત રૂ. 8.69 લાખ (એક્સ-શોરૂમ) છે. આવી સ્થિતિમાં, MG Comet EVની કિંમત ખરેખર ગેમ બદલી શકે છે.
ADVERTISEMENT