વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે બંધ થયું બજાર, પરંતુ વર્ષ દરમિયાન રોકાણકારોને થઈ છપ્પરફાડ કમાણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Stock Market Closing : આ વર્ષ શેરબજાર માટે ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે ઘણા ઉતાર-ચઢાવ સાથે સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક સપાટીએ જોવા મળી હતી. પરતું વર્ષના અંતે વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી લાલ માર્ક પર બંધ થઈ હતી પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે 72,240 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 21,730 પોઈન્ટ પર બંધ થઈ હતી.

ગયા વર્ષ અને આ વર્ષમાં કેવી રહી બજારની હાલત

ગયા વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 60,840 પોઈન્ટ પર બંધ થયો હતો જે આજે 72,240 પોઈન્ટ પર બંધ થયો હતો. એટલે કે એક વર્ષમાં સેન્સેક્સમાં 18.73 ટકાનો વધારો થયો છે. જ્યારે 2022ના છેલ્લા સત્રમાં નિફ્ટી 18,105 પર બંધ થઈ હતી, જે આજે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 21,731 પર બંધ થઈ હતી. નિફ્ટીમાં એક વર્ષમાં 20 ટકાનો વધારો થયેલો જોવા મળ્યો છે.

વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં 82 લાખ કરોડ રૂપિયાનો વધારો

આજના સત્રમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 364.05 લાખ કરોડ સુધી પહોંચી ગયું, જે ગયા સત્રમાં રૂ. 363 લાખ કરોડ હતું. જો 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનની સરખામણી કરવામાં આવે તો એક વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં 82 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2022ના છેલ્લા સત્રમાં માર્કેટ કેપ 282.44 લાખ કરોડ રૂપિયા હતી. 2023 માં બજારના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર જોવા મળ્યું હતું. પેન્ટોમથ કેપિટલ એડવાઈઝર્સના જણાવ્યું અનુસાર, વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ભારત 2023 કેલેન્ડર વર્ષને ખૂબ જ સારી રીતે વિદાય આપી હતી.

ADVERTISEMENT

કયા શેરોમાં ભારે ખરીદી જોવા મળી

આજના કારોબારમાં ઓટો અને એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત વધારો થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 20 વધ્યા અને 30 નુકસાન સાથે બંધ થયા.

    follow whatsapp

    ADVERTISEMENT