ભારતીય અર્થતંત્રનું પ્રદર્શન ‘પ્રભાવશાળી’, વૃદ્ધિ અને ફુગાવો હજુ પણ મોટી ચિંતાનો વિષય
દિલ્હીઃ આર્થિક વૃદ્ધિ અને વધતો ફુગાવો ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આગામી કેન્દ્રીય બજેટમાં આ…
ADVERTISEMENT
દિલ્હીઃ આર્થિક વૃદ્ધિ અને વધતો ફુગાવો ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આગામી કેન્દ્રીય બજેટમાં આ પડકારો ફોકસમાં રહેશે. બીજી બાજુ નાણા મંત્રાલયની સપ્ટેમ્બર મહિના માટે બહાર પાડવામાં આવેલી આર્થિક સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું કે 2022-23ના પ્રથમ છ મહિનામાં ભારતનું આર્થિક પ્રદર્શન “પ્રભાવશાળી” રહ્યું છે.
નાણા મંત્રાલયના સમીક્ષા અહેવાલ અનુસાર, 2022-23ના પ્રથમ છ મહિનામાં ભારતનું આર્થિક પ્રદર્શન વિશ્વની સરખામણીમાં પ્રભાવશાળી રહ્યું છે. પીએમઆઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની આર્થિક પ્રવૃત્તિનું સ્તર 56.7 હતું, જે વિશ્વ સ્તરના 51.0ની સરખામણીમાં વધુ સારું છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં આ વાત કહેવામાં આવી છે.
“જ્યારે જથ્થાબંધ ફુગાવો મે 2022માં 16.6 ટકાની ટોચેથી ઘટીને સપ્ટેમ્બર 2022માં 10.7 ટકા થયો છે. આ કોમોડિટીના ભાવ અને સરકારી પગલાંમાં મધ્યસ્થતાને કારણે છે. લણણી અને ખરીદીની સિઝન નજીક આવતાં ખાદ્ય ફુગાવો સાધારણ રહેવાની ધારણા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT